દારૂડિયા બાપે દેવું ચૂકવવા માટે પોતાની જ 4 વર્ષની દીકરીને ગીરવે મૂકી

PC: aajtak.in

મોઘવારીને જોતા ઘણી વખત વ્યક્તિને દેવું થઇ જતું હોય છે અને દેવું ચૂકવવા માટે લોકો ઘણી બધી રીતો અપનાવે છે. ઘણા લોકો મહેનત કરીને દેવું ચૂકવતા હોય છે અને ઘણા લોકો ખોટા રસ્તા અપનાવીને દેવું ચૂકવતા હોય છે. પણ શું તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે, દેવાની ચૂકવણી કરવા માટે કોઇએ પોતાની જ દીકરીને ગીરવે રાખી હોય. રાજસ્થાનમાં હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે કે, દેવું ચૂકવવા માટે એક બાપે પોતાની જ 4 વર્ષની દીકરીને ગીરવે રાખી દીધી હતી.

રાજસ્થાનમાં બાપ દીકરીના સંબંધ પર કલંક લગાવતી એક ઘટના સામે આવી છે. એક પિતાએ દારૂ પીવાની લતના કારણે થઇ ગયેલા દેવાને ચૂકવવા માટે પોતાની જ માસૂમ દીકરીને ગીરવે રાખી દીધી હતી. ત્યાર પછી તેણે કહ્યું કે, જ્યારે દેવું ચૂકવાઇ જાય ત્યારે મારી દીકરીને મૂકી જજે. આ ચોંકાવનારી ઘટના જયપુરની છે.

જયપુરના એક વિસ્તારમાં એક વ્યક્તિ પોતાની પત્ની, 4 વર્ષની દીકરી અને 6 વર્ષના દિકરા સાથે રહે છે. જે ભંગારનું કામ કરે છે અને તેને ખૂબ દારૂ પીવાની આદત છે. નશો કરવા માટે તેણે એક વ્યક્તિ પાસે ઉધાર રૂપિયા લીધા હતા, જે તે ચૂકવી ન હોતો શકતો.

ઉધાર પૈસા આપનારો વ્યક્તિ વારે વારે તેની પાસે માગતો હતો. એ દરમિયાન તેણે પૈસા ચૂકવવા માટે એવું કામ કર્યું કે તેને સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા. તેણે પોતાની દીકરીને દેવું ચૂકવવા માટે તે વ્યક્તિને સોંપી દીધી અને કહ્યું કે, તેની પાસે ભીખ મંગાવીને પોતાના પૈસા વસૂલ કરી લે. પૈસા વસૂલ થઇ જાય પછી તેને મૂકી જજે.

ત્યાર પછી તે છોકરીને લઇને ચાલ્યો ગયો. જ્યાં છોકરી રોજ લગભગ 100 રૂપિયા ભીખ માગીને લાવતી હતી અને તેને આપતી હતી. અત્યાર સુધી તે 4500 રૂપિયા ચૂકવી ચૂકી હતી. એ દરમિયાન તેનો 6 વર્ષનો ભાઇ તેને ત્યાંથી લઇને કોટા ભાગી ગયો.

અહીં રેલવે કોલોની વિસ્તારમાં બન્નેને ફરતા જોઇ કોઇએ પોલીસને સૂચના આપી. મોકા પર પહોંચીને પોલીસે બન્નેની પૂછપરછ કરી અને બાલ કલ્યાણ સમિતિ પાસે પહોંચાડ્યા. સમિતિના સભ્ય અરૂણ ભાર્ગવે જ્યારે છોકરાઓનું કાઉન્સેલિંગ કર્યું તો આ શરમજનક વાત સામે આવી.

અહીં છોકરાએ કહ્યું કે, તેની માતા દિવ્યાંગ છે અને પિતા દારૂડિયો છે. તેણે ઉધાર પૈસા ચૂકવવા માટે બહેનને ગીરવે રાખી દીધી હતી. અરૂણ ભાર્ગવે કહ્યું કે, ઘટનાની જાણકારી મળતા જ કલેક્ટર, એસપી ગ્રામીણ અને એસપી સિટી અમારી પાસે આવ્યા હતા. આ કેસમાં પોલીસ આરોપી પિતા અને ભીખ મંગાવી રહેલા વ્યક્તિ પર કાર્યવાહી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp