
મકાનમાલિકે ભાડું વધાર્યા બાદ બેંગલુરુના એક પરિવારને તેમનું ઘર ખાલી કરવાની ફરજ પડી છે. મકાનમાલિકે ભાડામાં રૂ.18,000નો વધારો કર્યો. ત્યારપછી તેણે પરિવારને વિકલ્પો આપ્યા, વધેલું ભાડું ચૂકવો અથવા ઘર ખાલી કરો. પરિવારે ઘર છોડવાનું નક્કી કર્યું. આ પરિવાર 3 કિલોમીટર દૂર શિફ્ટ થયો છે. 36 વર્ષના અન્વેષા ચક્રવર્તીએ લોકડાઉન દરમિયાન ઓગસ્ટ 2020માં બેલંદુરમાં 3 રૂમનું ઘર લીધું હતું. ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. આ ઘરનું ભાડું દર મહિને રૂ.25,000 હતું. મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે દર વર્ષે ભાડામાં રૂ. 1000નો વધારો કરવાનો કરાર થયો હતો.
2022ની શરૂઆતમાં કોરોના રોગચાળો નબળો પડ્યા પછી, કંપનીઓએ તેમના કર્મચારીઓને ઓફિસમાં કામ કરવા આવવાની સૂચના આપવાનું શરૂ કર્યું. આ કારણે બેંગ્લોરમાં ભાડામાં ઘણો વધારો થવા લાગ્યો. ચક્રવર્તીએ ભાડું વધારીને રૂ. 35,000 કર્યું. 'અગાઉ અમે કરાર રિન્યૂ કર્યો હતો. અમે 5 ટકા વધુ ભાડા પર દર મહિને રૂ. 27,000 ચૂકવવાનું શરૂ કર્યું.' એવું ચક્રવર્તીએ જણાવ્યું હતું, જેઓ OTT ઓડિયો પ્લેટફોર્મમાં કામ કરે છે. તેમણે કહ્યું કે, પાછળથી ભાડામાં વધારો થતાં, આવા મકાનનું ભાડું 45,000 રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
તેમણે કહ્યું કે, અમને મકાનમાલિક દ્વારા વધેલું ભાડું ચૂકવવા અથવા મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના સાસુ અને સસરા પણ ચક્રવર્તી સાથે રહેતા હતા. તેમનો પુત્ર પણ ઘણો નાનો છે. પરંતુ, મકાનમાલિકના દબાણ વધતાં, ત્યાર પછી તેઓએ નવો ફ્લેટ શોધવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેને ખબર પડી કે, તેના મકાનમાલિકે 45,000 રૂપિયા પ્રતિ માસના ભાડા પર આ ફ્લેટ કોઈ બીજાને આપ્યો હતો. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મકાનમાલિકે તેને વહેંચણીના આધારે ઓફર કરી હતી, જેના કારણે તેમને ઝડપથી ભાડૂતો મેળવવામાં મદદ મળી હતી.
ચક્રવર્તીનો પરિવાર એવા સેંકડો પરિવારમાંનો એક છે, જેમને પાછળ એક વર્ષમાં ફ્લેટના ભાડામાં ડબલ વધારો થવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ એનરોકના રિસર્ચ હેડ પ્રશાંત ઠાકુરે જણાવ્યું હતું કે, હવે ભાડું ઘણું વધી ગયું છે. કોરોના રોગચાળો શમી ગયા બાદ લોકો ઓફિસે પાછા ફરવા લાગ્યા છે. આ સાથે, મકાનમાલિકો કોરોના રોગચાળા દરમિયાન થયેલા તેમના નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp