પિતાનું સપનું પૂરું કરવા ગઈ હતી હતી દીકરી સૈનિક બનીને આવી તો પિતા જ નહોતા રહ્યા

દેશ સેવા અને પિતાનું સપનું લઇને ઘરેથી નીકળેલી દીકરીને ખબર ન હોતી કે, તે પોતાના પિતાને છેલ્લી વખત જોઇ રહી છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતીય નૌસેનામાં અગ્નિવીર બની ગઇ. પરિવાર, ગામ, માતા અને ઘણા લોકો હતા જે તેની ઉપલબ્ધીને ઉજવી રહ્યા હતા, પણ કામયાબ થવાનું સપનું તેના પિતા જોઇ રહ્યા હતા. પરિવારે પણ દીકરીને પિતાના ગુજરી ગયાના સમાચાર થોડા સમય પછી જ આપ્યા. એક તરફ પિતાનું સપનું પુરુ કરવાની ખુશી તો બીજી બાજુ તેના પિતાને કદી ન મળી શકવાનું દુખ.

19 વર્ષની હિશા બઘેલ, છત્તીસગઢના દુર્ગ જિલ્લાના બોરીગરકા ગામની રહેવાસી છે. અગ્નિવીર યોજના હેઠળ ભારતીય નૌસેનામાં ભરતી થઇ અને જ્યારે તે પોતાની 16 અઠવાડિયાની કડક ટ્રેનિંગ પુરી કરીને પહેલી વખત ગામ ફરી તો સ્વાગતમાં ગામના લોકો તથા મિત્રો, સગા સંબંધીઓએ તેને આવકારી હતી. તેના સ્વાગતના રૂપમાં 2 કલાકની રેલી કાઢવામાં આવી હતી.

અગ્નિવીર હિશા બઘેલના પિતા સંતોષ બઘેલ પોતે રિક્ષા ચાલક હતા. કેન્સરની બીમારીથી 5મી માર્ચ, 2023ના રોજ તેમનું નિધન થયું હતું, પણ પરિવાર જનોએ હિશાને પિતાના મોતના સમાચાર ન આપ્યા. તેને થોડા સમય પછી કહ્યું કે તેના પિતા હવે નથી રહ્યા. સંતોષ બઘેલનું સપનું રહ્યું હતું કે, દીકરી હિશા ભણી ગણીને કામયાબ થાય. સરકારી નોકરી મેળવે. જ્યારે, હિશાની ઇચ્છા સેનામાં જઇને દેશની સેવા કરવાની રહી અને બન્નેનું આ સપનું પુરું થયું. હિશાની પસંદગી ઇન્ડિયન નેવીમાં થઇ અને ત્યાર પછી તેની ટ્રેનિંગ ઓરિસ્સાના ચિલ્કામાં 16 સપ્તાહ સુધી ચાલી. હિશા ટ્રેનિંગ પુરી કરીને તે પોતાના ગામ પહોંચી તો દરેક જણ તેના સ્વાગત માટે તૈયાર હતા.

હિશાના ગામની સીમા પર પહોંચવા પહેલા જ લોકો તેના સ્વાગત માટે ઉભા હતા અને તેના પહોંચતાની સાથે જ ડીજેના તાલ પર લોકો નાચવા લાગ્યા અને તેને ફુલની માળા પહેરાવવા લાગ્યા અને બીજી બાજુ ગામની મહિલાઓ ઘરની બહાર નીકળીને તેની આરતી ઉતારવા લાગી. હિશા જ્યારે ઘરે પહોંચી તો લોકોની ખુશીનો પાર ન હતો. પોતાની માતાને જોઇને તે સેલ્યુટ કરવા લાગી અને તેની માતાને ભેટી પડી. દીકરી અને માતાના આ ભાવપુર્ણ મિલનને જોઇને લોકોની આંખમાં આંસુ આવી ગયા. સ્વર્ગસ્થ પિતાના ફોટોને તેણે નમન કર્યા અને તેમને યાદ કર્યા.

દુર્ગ જિલ્લાના બોરીગારાક ગામની દીકરી હિશા બઘેલ છત્તીસગઢ પ્રદેશની પહેલી મહિલા અગ્નિવીર બની ગઇ છે. હિશાએ અગ્નિવીર યોજના હેઠળ ઓરિસ્સાના ચિલ્કામાં ઇન્ડિયન નેવીથી સીનિયર સેકન્ડરી રિક્રૂટની 16 સપ્તાહની ટ્રેનિંગ લીધી છે. તેની આ ટ્રેનિંગ માર્ચ સુધી ચાલી. 28મી માર્ચના રોજ તે દેશની સુરક્ષા માટે તૈયાર થઇ ગઇ. ખાસ વાત એ છે કે, હિશાએ અગ્નિવીર બનવા માટે પોતાની જાતને તૈયાર કરી રહી હતી. તેના માટે તે સ્કૂલના સમયથી જ રોજ રનિંગ અને યોગા કરીને પોતાને તૈયાર કરી રહી હતી.

દુર્ગ જિલ્લાના નાના ગામ બોરીગારકાની રહેવાસી હિશા બઘેલ લોકો માટે પ્રેરણા બની ગઇ છે. તેણે ગામની જ સ્કુલમાં ભણતી વખતે સેનામાં જવાનું સપનું જોયું હતું. તેના માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી હતી. સ્કુલનું શિક્ષણ પુરું કરીને મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો તો તેના સપનાને ઉડાણ મળી. અહીં હિશા પહેલા NCC કેન્ડિડેટ બની. ત્યાર બાદ ગામમાં યુવકોની સાથે દોડીવાનો કઠોર અભ્યાસ કર્યો. આમ કરનારી તે દુર્ગ જિલ્લા તથા ગામની પહેલી અને એકલી છોકરી હતી.

ભારત સરકારની અગ્નિવીર યોજનાએ હિશાના સપનાને પાંખ આપી. જેમ સપ્ટેમ્બરમાં નૌસેના માટે અગ્નિવીર યોજના હેઠળ ભરતી શરૂ થઇ ત્યારે હિશાએ પણ આવેદન કર્યું હતું. હિશાની ફિટનેસને જોતા ઓફિસરોએ તેની પસંદગી કરી લીધી. હિશાની આ ઉપલબ્ધી પર તેના ગામની સ્કુલ સહિત કોલેજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હિશાની આ ઉપલબ્ધીઓને જોતા ગામના અન્ય દિકરા દીકરીઓએ પણ સેનામાં જેવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.