છોકરીએ એવી સનસનાટી મચાવી છે કે, લોકો લગ્નના નામે ડરવા લાગે

PC: etvbharat.com

ઝારખંડના સિમડેગા જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક છોકરીએ એવી સનસનાટી મચાવી છે કે, લોકો લગ્નના નામે ડરવા લાગશે. આ છોકરીનું નામ ગુડિયા છે. ના..ના.. નામ પર ન જશો, કારણ કે તેણે એવું કૃત્ય કર્યું છે કે, વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ગુડિયાના પરિવારજનોને પણ વિશ્વાસ નથી આવતો કે, તે આવું કામ કરી શકે છે. 

જો નબળા હૃદયના લોકો આ ઘટનાને ગંભીરતાથી લેશે તો તેઓ લગ્નના નામે ડરવા લાગશે. હા, આ ગુડિયા નામની આ બલા ને તેનો ભાવિ પતિને પસંદ ન હતો, કારણ કે તે કોઈ બીજાને પ્રેમ કરતી હતી. જેથી તેણે તેના પ્રેમી સાથે મળીને તેના ભાવિ પતિની હત્યા કરી નાખી. 

નિર્દોષ દેખાતી આ ગુડિયાએ તેના થનારા પતિને મારી નાંખ્યો, જેથી તે તેનાથી છૂટકારો મેળવી શકે અને લગ્ન ન કરવા પડે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના સિમડેગા જિલ્લાના કોલેબીરાની છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે રવિનો મૃતદેહ 8 મેના રોજ બંધરચુઆન રોડની બાજુમાંથી મળી આવ્યો હતો. ડેડ બોડીથી લગભગ 100 મીટર દૂર તેની બાઇક પણ મળી આવી હતી. 

72 કલાકની અંદર આ કેસનો ખુલાસો કરતા પોલીસે હત્યામાં સામેલ ગુડિયા કુમારી, આશુતોષ કુમાર, રૌનક ઉપાધ્યાય અને પીયૂષ કુમાર સિંહની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે. વાસ્તવમાં કેરસાઈના રહેવાસી રવિના લગ્ન તોરફાના સોંદરી ગામની રહેવાસી ગુડિયા કુમારી સાથે નક્કી થયા હતા. લગ્ન 20 મેના રોજ થવાના હતા, પરંતુ ગુડિયા આશુતોષ કુમારના પ્રેમમાં હતી. જ્યારથી લગ્ન નક્કી થયા છે ત્યારથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. તેથી ગુડિયા તેના ભાવિ પતિ રવિને માર્ગમાંથી દૂર કરવાની યોજના બનાવી હતી. 

આ માટે તેણે તેના પ્રેમી આશુતોષની મદદ લીધી હતી. આ પછી ગુડિયાએ તેના ભાવિ પતિ રવિને કોલેબીરા મળવા બોલાવ્યો. રવિ પણ તેની થનારી વહુને મળવા સંમત થયો. તેને એવી કાંઈ ખબર ન હતી કે તેની ભાવિ પત્ની કેટલી ખતરનાક બની શકે છે. જ્યારે તે નિયત સ્થળે તેને મળવા પહોંચ્યો ત્યારે ગુડિયાએ પ્રેમી આશુતોષ સાથે મળીને તેની હત્યા કરી નાખી. હાલ પોલીસની પૂછપરછમાં તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ગુડિયાએ જે હથિયાર વડે રવિની હત્યા કરી હતી તે હથિયાર પણ પોલીસે કબજે કર્યું છે. આ ઘટના અને છોકરી ગુડિયાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp