સાડીનાં સેલમાં પહોંચેલી મહિલાઓ વચ્ચે થઇ લડાઈ, વાળ ખેંચવાનો વીડિયો થયો વાયરલ

PC: jagran.com

ઘણી સ્ત્રીઓ સાડીના સેલમાં તેને લેવા માટે પહોંચે છે અને ત્યાં ઘણી ખરીદી થાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાડીની ખરીદી કરવા આવેલી મહિલાઓ લડતી જોવા મળી રહી છે. એટલું જ નહીં બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી પણ જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે બે મહિલાઓને એક જ સાડી પસંદ પડી અને પછી બંને વચ્ચે ઉગ્ર મારામારી થઈ.

વીડિયો જોઈને એવું લાગે છે કે, બંનેને એક જ સાડી ગમે છે અને બંને તેને ખરીદવા માટે દલીલ કરે છે અને જ્યારે વાત ન બને તો બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ જાય છે. કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોયું કે, બંનેમાંથી એક પણ મહિલા પીછેહઠ કરવા તૈયાર ન હતી, ત્યારપછી લડાઈ એટલી વધી ગઈ કે, બંનેએ એકબીજાના વાળ ખેંચવા માંડ્યા અને એકબીજાને થપ્પડ મારવા લાગી. ત્યાં હાજર લોકોએ આ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે મામલો કાબુ બહાર ગયો, તો વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે, એક પોલીસકર્મી આ બંનેને અલગ કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાયરલ વીડિયો બેંગ્લોરનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં મલેશ્વર એક શોરૂમ છે, ત્યાં વર્ષમાં એકવાર અહીં સિલ્કની સાડીઓનું મોટું સેલ લાગે છે. @rvaidya2000 યુઝરે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં એક લાખ ચાલીસ હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

@AmritHallan યુઝરે લખ્યું કે, આના પરથી તમે સમજી શકો છો કે સાડીઓની માંગ કેટલી ભારે છે. આ વિડિયો પ્રચાર માટે વાપરી શકાય છે. એક યુઝરે લખ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સંકટ ચાલી રહ્યું છે, તો બીજી તરફ આપણા પાડોશી દેશો સંપૂર્ણપણે તૂટી રહ્યા છે અને તેના ઉપર સુદાનમાં અરાજકતા છે. તે બધાની વચ્ચે બેંગ્લોરમાં આ બધું શું થઈ રહ્યું છે?

એક યુઝરે લખ્યું કે, દુનિયાના આખા ઈતિહાસમાં પુરૂષો ક્યારેય આ રીતે કપડાના ટુકડા માટે લડ્યા નથી, પરંતુ હા મહિલાઓ ખૂબ જ સારી વર્લ્ડ લીડર બની શકે છે. એક યુઝરે લખ્યું કે ,જિંદગી ભલે જાય પણ સાડી ન જાય. @MithunTejasvi યુઝરે લખ્યું છે કે, લડાઈ ભૂલી જાઓ, દરેક સાડીની પ્રારંભિક કિંમત ડિસ્કાઉન્ટ પછી લગભગ 15k થી 20k છે. તેમાંથી દરેક દ્વારા પસંદ કરેલી સાડીઓની સંખ્યાને જુઓ. બેંગ્લોરના લોકો ખૂબ જ અમીર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp