- National
- 4 વર્ષની છોકરીને રખડતા સાંઢે કચડી, હચમચાવી મૂકશે આ અકસ્માતનો વીડિયો
4 વર્ષની છોકરીને રખડતા સાંઢે કચડી, હચમચાવી મૂકશે આ અકસ્માતનો વીડિયો
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક રુવાંટી ઊભી કરી દેનારી ઘટના સામે આવી છે. અલીગઢ શહેરના ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન હેઠળ આવતા ધનીપુર માર્કેટ વિસ્તારમાં 4 વર્ષની છોકરીને ધોળા દિવસે રખડતા સાંઢે શિંગથી ટક્કર માર્યા બાદ તેને ખરાબ રીતે કચડી દીધી. બૂમાબૂમ સાંભળીને દોડેલા લોકોએ છોકરીને સાંઢ નીચેથી કાઢી હતી. છોકરીની ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. આ અકસ્માતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા હોશ ઊડી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક કાચી ગલી સામસૂમ પડી છે, જેમાં 4 વર્ષની છોકરી રસ્તા વચ્ચે ઊભી છે. સામેથી આવી રહેલો સાંઢ અચાનક ઝડપથી છોકરી તરફ દોડ્યો અને તેને શિંગોથી ટક્કર મારીને દૂર ફેકી દીધી. ત્યારબાદ પણ સાંઢે નીચે બેભાન હાલતમાં પડેલી છોકરીને ફરી પોતાના માથા વડે જમીન પર કચડી. ત્યારબાદ સાંઢ છોકરીને નીચે દબાવીને બેસી ગયો. બૂમો સાંભળીને ગલીમાંથી એક વ્યક્તિ દોડે છે, જ્યારે ત્યાંથી સ્કૂટી પરથી પસાર થઈ રહેલો એક વ્યક્તિ પણ વાહન છોડીને દોડે છે.
उत्तर प्रदेश। अलीगढ़ के गांधी पार्क थाना क्षेत्र में एक पिता अपने 4 साल के बच्चे को सड़क पर छोड़ कर घर के अंदर गया। इसी बीच एक सांड ने बच्चे पर हमला कर दिया और उसके ऊपर बैठ गया। बच्चा गंभीर रूप से घायल है।#Aligarh pic.twitter.com/GV4IiZ5MkS
— Versha Singh (@Vershasingh26) March 9, 2023
બંનેએ છોકરીને સાંઢના કબજામાંથી છોડાવી. ત્યારબાદ તેને સ્થાનિક હૉસ્પિટલ લઈને ગયા છે, હાલમાં તેની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ રખડતા સાંઢને પકડવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલ છે કેમ કે ઘણા રખડતા સાંઢ ખુલ્લેઆમ ફરતા રહે છે. પીડિતાની હાલત ગંભીર છે અને હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અલીગઢ પાલીકા સાંઢને પકડવાનું અભિયાન પૂર્વમાં પણ ચલાવતી રહી છે, પરંતુ આ અભિયાન કાગળો પર જ નજરે પડે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા સાંઢ ફરતા ગમે ત્યારે નજરે પડી જાય છે. સાંઢના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ મોટાભાગે આવતી રહે છે.

થોડા દિવસ અગાઉ ઝારખંડના જમશેદપુરમાં સાંઢના હુમલામાં 2 લોકોના દર્દનાક મોત થઈ ગયા હતા. બંને વ્યક્તિઓના શબ એક-બીજાથી થોડે દૂર પડ્યા હતા. ઘટનાસ્થળ પર લાગેલા CCTVમાં આ ડરામણો નજારો કેદ થયો હતો. વીડિયો રુવટા ઊભા કરી દે તેવો હતો. એક બાદ એક 2 લોકો પર સાંઢ હુમલો કરી દે છે. આસપાસ ઉપસ્થિત લોકો તેને પથ્થર મારીને ભગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સાંઢ રોકાવાનું નામ લઈ રહ્યો નહોતો. જમીન પર પડેલા વ્યક્તિઓના શરીરમાં શિંગ ગાડી દે છે, પગથી કચડતો રહે છે. 2 લોકોના જીવ લેનારા આ રખડતા સાંઢને ખૂબ મુશ્કેલીથી પકડવામાં આવ્યો હતો.

