ઇટાલીની છોકરીએ ઉત્તર પ્રદેશના અખિલેશ સાથે કાશીમાં પ્રભુતામાં પગલા પાડ્યા
લાગે છે કે વિદેશી છોકરીઓને હવે ભારતીય છોકરાઓનું ઘેલું લાગ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર દોસ્તી કે અન્ય કારણોસર વિદેશી યુવતીઓ ભારતના યુવાનોના પ્રેમમાં પડી જાય છે. હવે કાશીના એક છોકરો ઇટાલીની ગોરી બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરી લીધા છે તેની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.
જૌનપુર જિલ્લાના ત્રિલોચન મહાદેવ ખાતે વારાણસીના એક યુવક અને ઈટાલિયન યુવતીના લગ્નનો ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું કે બંને જ્યોર્જિયામાં લગ્ન કરી ચૂક્યા છે. આ યુગલ ભગવાન શિવની પૂજા કરવા માટે જ અહીં આવ્યું હતું.
વારાણસીના એક યુવકને ઈટાલિયન યુવતી સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા છે તેઓએ જ્યોર્જિયામાં લગ્ન કર્યા હતા. પરંતુ યુવક વારાણસીનો રહેવાસી છે. આથી લગ્ન બાદ યુવક તેની પત્નીને ભારત લઈને આવ્યો છે. લોકો એવું માની રહ્યા છે કે કપલે વારાણસીના મંદિરમાં લગ્ન કર્યા છે.
પરંતુ મંદિરના મુખ્ય પૂજારી સોનુ ગિરીએ જણાવ્યું કે અહીં રજીસ્ટ્રેશન વગર લગ્ન નથી થતા. મંદિરમાં દરરોજ હજારો દર્શનાર્થીઓ હવન પૂજન કરવા આવે છે. અહીં જે લગ્નો થાય છે તે રજીસ્ટર થાય છે. જ્યાં સુધી ત્રિલોચન મહાદેવ મંદિરમાં અખિલેશ વિશ્વકર્મા અને ઈટલીની તાનિયાના લગ્નની વાત છે તો બંનેએ અગાઉ વિદેશમાં લગ્ન કરી લીધા હતા. બંને અહીં પૂજા કરવા આવ્યા હતા.
જાણવા મળેલી માહિતી મુજબ વારાણસી જિલ્લાના કારખિયાંવ ગામનો રહેવાસી અખિલેશ વિશ્વકર્મા વર્ષ 2016માં હોટલ મેનેજમેન્ટ કર્યા પછી કતર ચાલ્યો ગયો હતો. અખિલેશ કતર એરવેઝમાં કેબિન ક્રુ તરીકે કામ કરતો હતો. અખિલેશને ઇટાલીની યુવતી તાનિયા સાથે પ્રેમ થયો હતો અને બંનેએ જ્યોર્જિયામાં લગ્ન કરી લીધા હતા.
ઇટાલીયન વહુ મળવાને કારણે અખિલેશનો પરિવાર અને ગામના લોકો ખુશ છે, સુત્રોનું કહેવા મુજબ અખિલેશની પત્ની તાનિયા એક યુનિવર્સિટીમાં અંગ્રેજીની ટીચર છે. અખિલેશના એક મિત્રની બર્થ-ડે પાર્ટીમાં તાનિયા અને અખિલેશની મુલાકાત થઇ હતી.
અખિલેશે જણાવ્યુ કે તાનિયાનો જન્મ ઇટાલીમાં થયો છે અને તેનું શિક્ષણ ફિલીપાઇન્સમાં થયું છે. તાનિયાના માતા-પિતા અમેરિકામાં રહે છે. અખિલેશ અને તાનિયા 19 ઓગસ્ટે ત્રિલોચન મહાદેવ દર્શન કરવા માટે ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp