30 વર્ષથી ગુમ પતિ કરવા ચૌથ પહેલા અચાનક પ્રકટ થયો,પત્ની-પુત્રએ આશા છોડી દીધેલી

PC: patrika.com

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં 30 વર્ષથી ગુમ થઇ ગયેલો પતિ કરવા ચૌથ પહેલા અચાનક પ્રકટ થઇ ગયો હતો. પતિને જીવતો જોઇને પત્ની ખુશીથી ઉછળી પડી હતી અને પતિને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડી હતી.

ફિરોઝબાદમાં કરવા ચૌથ પહેલા પતિ ઘરે હાજર થયો જે 30 વર્ષથી ગુમ હતો. પત્ની અને પુત્રોએ તેમની પાછા આવવાની આશા છોડી દીધી હતી અને તેમનું ડેથ સર્ટિફિકેટ પણ બનાવી દેવામાં આવ્યું હતું. પરંતુ પતિ અચાનક પ્રગટ થયો તો પત્ની અને બાળકોની ખુશીનો પાર નહોતો રહ્યો.

ફિરોઝબાદમાં રહેતા નરવેશ પોતાની પત્ની મીરાં અને પરિવાર સાથે રહેતા હતા. 1994માં નરવેશે કોઇક વાત પર ગુસ્સામાં આવીને ઘર છોડી દીધું હતું. તે વખતે તેમના બાળકો નાના હતા. નરવેશ ઘર છોડીને પોતાની બહેનના ઘરે રહેવા ગયા હતા, પરંતુ ત્યાથી પણ ગુમ થઇ ગયા હતા.

પત્ની મીરાંએ બાળકોને ઉછેર્યા અને પતિની રાહ જોયા કરતી હતી. ગામના લોકોએ મીરાંને બધું ભુલીને જિંદગી જીવવાની સલાહ આપી હતી. મીરાંને પુરો વિશ્વાસ હતા કે પતિ એક દિવસ ચોક્કસ પાછા આવશે. મીરાંને પુત્રના લગ્ન માટે લોન લેવાની હતી એટલે પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવવાની ગામના લોકોએ સલાહ આપી એટલે નરવેશનું ડેથ સર્ટિફેકિટ પણ બનાવી દેવામાં આવ્યું હતું.

નરવેશે જણાવ્યું કે જ્યારે તે જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગયો ત્યારે તે સહારનપુરમાં તેની બહેનના ઘરે ગયો હતો. ત્યાં તેને લાગ્યું કે તેની બહેન કદાચ તેને ફરીથી ઘરે મોકલી શકે છે. તેથી તે પણ ત્યાંથી ચાલ્યો ગયો. દરમિયાન તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ. જેમણે તેને કામ અપાવવાના બહાને કોન્ટ્રાક્ટર સાથે બંધુઆ મજૂર બનાવી દીધો હતો. અહીં તે હજુ પણ બંધુઆ મજૂરી કરતો હતો. કોન્ટ્રાકટરે જે કામ માટે રાખ્યો હતો તે બે દિવસ પહેલાં જ પુરુ થયું હતું એટલે હરિદ્રાવારના રસ્તે મારા ગામ પહોંચ્યો હતો.

મીરાંએ કહ્યુ કે, અમારો ગામમાં એક જમીનનો વિવાદ ચાલે છે. પતિ નરવેશ ઘરનું સરનામું પણ ભુલી ગયો હતો અને સીધો એ ખેતરે ગયો હતો જ્યાં અમારો વિવાદ ચાલે છે. ખેતરે જઇને નરવેશે કહ્યું હતું કે, આ તો મારી જમીન છે. ગામના લોકોએ મીરાંને મેસેજ આપ્યો કે કોઇ વ્યકિત તમારી જમીન પર દાવો કરી રહ્યો છે.

મીરાંએ કહ્યુ કે, હું ખેતરે પહોંચી તો મારા પતિને જોઇને ચોંકી ગઇ હતી. 30 વર્ષ પહેલાં જે માણસ મને છોડીને ગયો હતો તે સાક્ષાત ઉભો હતો. મારી ખુશીનો પાર રહ્યો નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp