
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી A.K.એન્ટનીએ હિંદુ વોટ બેંકના મહત્વ પર ભાર આપતા કહ્યું કે, કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી હટાવવા માટે બહુમતી સમુદાયને સાથે લેવો જોઈએ, માત્ર લઘુમતીના બળ પર આ લડાઈ નહીં જીતી શકાય. કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય A.K.એન્ટની પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કોંગ્રેસને હિન્દુઓ પ્રત્યે વધુ સંવેદનશીલ થવા માટે કહ્યું.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'ભારતમાં બહુમતી વાળા લોકો હિંદુ છે અને આ બહુમતી વાળા સમુદાયને નરેન્દ્ર મોદીની સામે લડાઈમાં સામેલ કરવા જોઈએ.' તેમણે કહ્યું કે, દરેકે સતર્ક રહેવું જોઈએ અને 'ફાસીવાદની સામે લડાઈ'માં બહુમતી વાળા સમુદાયને સાથે લેવો જોઈએ.
હિન્દુઓને નરમ હિન્દુત્વના રૂપમાં બતાવવાથી નુકશાન
એન્ટનીએ કહ્યું કે, જેમ લઘુમતીઓને તેમના ધર્મ અને આસ્થાને માનવાની સ્વતંત્રતા છે, તેવી જ રીતે હિન્દુ સમુદાયના લોકોને પણ મંદિરમાં જવાનો, તિલક લગાવવાનો અધિકાર છે. જ્યારે-જ્યારે આવું હિન્દુ સમુદાયના લોકો કરે છે ત્યારે તેમને નરમ હિન્દુત્વમાં માનનારા લોકોના રૂપમાં બતાવવામાં આવે છે, જે યોગ્ય રણનીતિ નથી, તેનાથી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીને ફાયદો થશે અને તેઓ એકવાર ફરી સત્તામાં આવી જશે.
Candid confession by Antony! AK Antony calls out Congress’ Votebank politics - says Minority vote isn’t enough- Labelling Majority Hindus won’t work- will Congress pay heed & stop it’s pseudo secularism & Hindu Apman? From doubting Ram ji existence to Hindu terror… pic.twitter.com/RSgiTvR8Py
— Shehzad Jai Hind (@Shehzad_Ind) December 28, 2022
ભાજપનો પલટવાર
એન્ટનીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી તરફથી વળતો જવાબ આપતા શહજાદ પૂનાવાલાએ કહ્યું, કોંગ્રેસની નીતિ રહી છે કે, 'હિન્દુઓ કો દો ગાલી, તાકી મિલે વોટ બેન્ક કી તાલી', તેમણે કહ્યું, 'કોંગ્રેસે ઘણી વખત ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે, રામ મંદિરનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસે ગીતાની સરખામણી જેહાદ સાથે કરી છે અને હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરમ સાથે કરી છે. તેમણે કહ્યું કે, જે કોંગ્રેસે પહેલા વોટ બેંક માટે હિંદુત્વને આતંકવાદ સાથે જોડ્યુ, હવે તે જ પાર્ટીના દિગ્ગજ નેતાએ તેની આ વાતોને ફગાવી દીધી છે.
For the Congress, Indians are not Indians. They are divided in majority and minority, Hindu and Muslims. Here UPA era RM A K Antony says, Congress needs the support of Hindus to bring down Modi Govt, support of minorities not enough. That explains Rahul Gandhi’s temple hopping… pic.twitter.com/c7nUHbh3uM
— Amit Malviya (@amitmalviya) December 28, 2022
જ્યારે BJP નેતા અમિત માલવિયાએ પણ એન્ટનીના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માટે ભારતના લોકો ભારતીય નથી, પરંતુ તેઓ ભારતીયોને બહુમતી-લઘુમતી, હિન્દુ-મુસ્લિમમાં વહેંચી ચૂક્યા છે. હવે પૂર્વ રક્ષા મંત્રી A.K.એન્ટની કહી રહ્યા છે કે, કોંગ્રેસને મોદી સરકારને પછાડવા માટે હિન્દુઓના સમર્થનની જરૂરત છે, લઘુમતીઓનું સમર્થન જ પૂરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp