પોતાની થાળીમાંથી ગાયને ખાવાનું ખવડાવતી નાની છોકરી, આ VIDEO તમારું દિલ જીતી લેશે

સનાતન ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાય માતાનું ખૂબ મહત્વ છે. ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ગાયનો એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જશે.
આ વીડિયો એક ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. 33 સેકન્ડની આ નાની ક્લિપમાં એક પરિવાર જમીન પર બેસીને ભોજન લેતો જોવા મળે છે. જો કે, તેમના પરિવારમાં એક ખાસ સભ્ય પણ છે જેણે સોશિયલ મીડિયા પર દિલ ચોર્યા છે. તે ખાસ સભ્ય એક નાનકડી ગાય છે જે એક નાની છોકરીની થાળીમાંથી ખાવાનું ખાઈ રહી છે.
આ વીડિયો @VlKAS_PR0NAM0 નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો તમારું દિલ જીતી લેશે. વીડિયોમાં પરિવારનો પ્રેમ દેખાઈ રહ્યો છે કે, કેવી રીતે પરિવારના બધા સભ્યો સાથે બેસીને ભોજન કરી રહ્યા છે. એક છોકરી તેમને ભોજન પીરસી રહી છે.
જ્યાં પરિવારના સભ્યો જમીન પર બેઠા છે, ત્યાં તેમની પાસે બે નાની ગાયો ઉભી છે જે પરિવારના મહત્વપૂર્ણ સભ્યો છે. એક ગાય છોકરીની થાળીમાંથી ખાવાનું ખાઈ રહી છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, કેવી રીતે તે નાની બાળકી ગાયને ખાવાનું ખાવામાં મદદ કરી રહી છે. સાથે જ તે છોકરી પણ એ જ થાળીમાંથી ભોજન ખાઈ રહી છે. છોકરી તેને એકવાર પણ ખાવાની ના પડતી નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું, 'આ સુંદર વીડિયો બતાવે છે કે કેવી રીતે માતા ગાયને પરિવારના સભ્યની જેમ પ્રેમ અને સન્માન મળે છે.'
Beautiful video of how Gau Mata is considered to be a family member and the love and respect ❤️ pic.twitter.com/2OEeELQBtv
— Viक़as (@VlKAS_PR0NAM0) June 28, 2023
સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું, જય શ્રી કૃષ્ણ, જ્યારે, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, દિવસની શરૂઆત આવા સુંદર વીડિયોથી થઈ રહી છે. બીજાએ લખ્યું કે, આ વીડિયો મારો અત્યાર સુધીનો ફેવરિટ વીડિયો છે. @vetsamyadav80 નામના યુઝરે લખ્યું, 'ગાય માતા માટે માણસોનો ખોરાક સારો નથી, તે કાર્બોહાઇડ્રેટની સ્થિતિ તરફ દોરી શકે છે.'
@FreeSpeechood નામના યુઝરે લખ્યું, 'આ બધુ તો ઠીક છે, પરંતુ શેરીઓમાં ફરતી ગાય માતાનું શું, જે પ્લાસ્ટિક ખાઈને પોતાનું ભરણપોષણ કરી રહી છે.' @કૌશિકભાઈ_15 નામના યુઝરે લખ્યું, 'હું કોઈ નકારાત્મક ટિપ્પણી નથી કરી રહ્યો, પરંતુ ગાય માતાને એઠું ખાવાનું ન ખવડાવવું જોઈએ. તેમને સ્વચ્છ થાળીમાં ભોજન આપવું જોઈએ. તેથી જ તો કહેવાયું છે કે, પહેલી રોટલી માતા ગાયની હોય છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp