બેડમિન્ટન રમતા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, ઘટનાસ્થળ પર જ મોત

તેલંગાણામાં બેડમિન્ટન રમતી વખત એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. આ ઘટના તેલંગાણા રાજ્યના જગિત્યાલા જિલ્લાના જગિત્યાલા ક્લબમાં શુક્રવારની સવારે થઈ હતી. બુસા વેંકટ રાજા ગંગારામ નામનો એક યુવક પોતાના મિત્રો સાથે સવારે ફરવા ગયો હતો. પછી તે ક્લબમાં બેડમિન્ટન રમવા જતો રહ્યો. જ્યાં અચાનક તેને હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યાં સુધી મિત્રોને કંઈ સમજમાં આવે અને એ લોકો બચવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
તેના મિત્રોએ છાતી દબાવી અને પંપ કરીને હવા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધુ વ્યર્થ રહ્યું. ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ત્યાં ઉપસ્થિત તેના મિત્રો અને ત્યાં ઉપસ્થિત લોકો બુસાને બચાવવા માટે તેની છાતી પર પંપ કરીને તેના શ્વાસ પરત લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમનો પ્રયાસ વ્યર્થ રહ્યો. તાત્કાલિક સારવાર માટે તેના મિત્રો હૉસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ડૉક્ટરોએ જણાવ્યું કે, ત્યાં લઇ જવા અગાઉ જ તેનું મોત થઈ ચૂક્યું હતું. બુસાના મોતના કારણે પરિવાર અને મિત્રોમાં આઘાતનો માહોલ થયો છે.
A man died while playing shuttle at an indoor stadium in Jagtial on Friday.
— Reporter shabaz baba (@ShabazBaba) June 2, 2023
Venkat Raju, 54, a resident of Jagtial town was playing shuttle at a club when he suddenly collapsed to the ground. @jagtiyal @mandied pic.twitter.com/4nXKHzp8fF
માર્ચ મહિનામાં પણ એક ખેલાડીનું બેડમિંટન રમતા રમતા મોત થઈ ગયું હતું. હૈદરાબાદના સિકંદરાબાદ સ્થિત લાલપેટમાં બેડમિન્ટન રમી રહેલા ખેલાડીનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, તેમાં 38 વર્ષીય શ્યામ યાદવ બેડમિન્ટન કોર્ટ પર પડેલો નજરે પડી રહ્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે, શ્યામ ઓફિસથી ફર્યા બાદ રોજ બેડમિન્ટન રમવા માટે જતો હતો. રિપોર્ટ્સ મુજબ, બેડમિન્ટન રમી રહેલા શ્યામને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો હતો.
ત્યારબાદ તેના સાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ પહોંચ્યા હતા. અહીં ડૉક્ટરોએ શ્યામને મૃત જાહેર કરી દીધો. ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો જે લોકો સાથે રમતો હતો, તે લોકો હેરાન છે. તેમનું કહેવું છે કે શ્યામ ખૂબ ફિટ હતો, અમે લોકો રોજ બેટામિન્ટન રમતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp