આ તે કેવો રાક્ષસ, પત્ની, 2 દીકરી, 1 દીકરાની હત્યા કરીને પછી પોતે પણ લટકી ગયો

PC: thesandeshwahak.com

ઉત્તર પ્રદેશથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે ક્રોધથી લાલચોલ થઇ જશો. શૈતાનને પણ શરમાવે તેવી એક હરકત યુવાને કરી છે. પોતાની પત્નીનું માથું ફોડી નાંખીને યમસદન પહોંચાડી દીધી, પછી 2 માસૂમ દીકરીઓ અને એક દીકરાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી, એ પછી પોતે ફાંસી પર લટકી ગયો. આવા રાક્ષસોને કારણે પરિવારની જિંદગી નર્ક બની જતી હોય છે.

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મડિયાહૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જયરામપુર કસ્બામાં મંગળવારે મોડી રાત્રે એક યુવકે પોતાની પત્નીનું માથું ફોડી નાંખ્યું હતું અને મોતને ઘાટ ઉતારી હતી, જ્યારે 2 દીકરીઓ અને 1 દીકરાના ગળા દબાવીને હત્યા કરી નાંખી હતી, પછી ફાંસીએ લકટી ગયો હતો. પિતા હોય તે દીકરી પર હાથ ઉઠાવતા સો વખત વિચાર કરે અને આ રાક્ષસે તો 3 સંતાનોના ગળા દબાવી દીધા.

જૌનપુરના જયરામપુર કસ્બામાં રહેતા 35 વર્ષના નાગેશ વિશ્વકર્માએ પત્ની અને 3 સંતાનોની હત્યા કર્યા પછી રૂમમાં જઇને ફાંસી પર લટકી ગયો હતો. સવારે જ્યારે નાગેશના ઘરના દરવાજા ન ખુલ્યા તો પડોશી તેમને ઉઠાડવા માટે પહોંચ્યા હતા. પડોશીને એમ કે આજે કેમ આ લોકો મોડે સુધી જાગ્યા નથી. પરંતુ નાગેશના ઘરમાં જઇને પડોશીએ જે દ્રશ્ય જોયેં તે જોઇને તેમના હોંશ ઉડી ગયા હતા.તેમના મોંઢામાંથી ચીસ નિકળી ગઇ હતી, કારણકે ઘરમાં 5 લાશો પડી હતી.

નાગેશના ભત્રીજાએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા આખા ગામમાં પરિવારના પાંચેય લોકોના મોત થી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. હત્યાની ઘટનાની જાણકારી મળતા SP ગ્રામિણ ડો, અજય કુમાર શર્મા, CO મડિયાહુ અને 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે નાગેશના ભાઇ અને પરિવારજનોને પણ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ ઘટના પાછળા પારિવારિક તણાવ અને નોકરી નહીં મળવી મુખ્ય કારણ હોય શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ મડિયાહૂ તહસીલના સલાલુપુર ગામમાં સ્વ. પ્રેમશંકર વિશ્વકર્માના બે પુત્રો છે એક ત્રિભુવન અને બીજો નાગેશ. બંને ભાઇઓ 8 વર્ષ પહેલાં જ અલગ થઇ ગયા હતા. નાગેશ વિશ્વકર્મા જયરામપુર કસ્બામાં રહેવા ચાલ્યો ગયો હતો.બંને વચ્ચે મુંબઇ અને ગામના ઘરોનું વિભાજન કરી દેવામાં આવ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે નાગેશ વિશ્વકર્મા પોતાની 31 વર્ષની પત્ની રાધિકા, 11 વર્ષની પુત્રી નિકિતા, 3 વર્ષની પુત્રી આયુષી અને 8 વર્ષનો દીકરો આદર્શ એમ 5 જણનો પરિવાર સાથે રહેતો હતો.પોલીસે કહ્યું કે આ નિર્દય નાગેશે પત્ની રાધિકાને માથામાં હઠોડાનો ઘા ઝંકીને મોતને ઘાટ ઉતારી હતી અને 3 બાળકોના સાડીથી ગળા દબાવીને હત્યા કરી નાંખી હતી. પછી પંખાના હુક સાથે લટકી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp