પરિણીત મહિલાને એક છોકરી સાથે પ્રેમ થયો, બંનેએ સાથે રહેવાની જીદ કરી
મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત મહિલા અને કુંવારી યુવતી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હવે બંને સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, પરિણીત મહિલાને પતિ અને બે બાળકો છે. પરંતુ હવે તે તેના પરિવારને છોડીને કુંવારી યુવતી સાથે રહેવા માંગે છે. સગા સંબંધીઓ તેમને બંનેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બંને તેમની જીદ પર અડગ છે.
હરદા સિટી કોતવાલી પોલીસ સ્ટેશનની રહેવાસી કુંવારી યુવતી અન્નુ ખાન અને પરણિત તથા બે બાળકોની માતા નગ્મા વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. બંનેનું કહેવું છે કે, તેઓ આખી જિંદગી એકબીજા સાથે વિતાવવા માંગે છે. મળતી માહિતી મુજબ, બંને પુખ્ત હોવાને કારણે પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરી શકતી નથી. પરંતુ બંનેના પરિવારજનો તેમના આ નિર્ણયની વિરુદ્ધ છે.
આ બાબતે સ્ટેશન ઈન્ચાર્જ અનિલ રાઠોડે જણાવ્યું કે, 5 ફેબ્રુઆરીએ બંને હરદાની કૃષિ ઉપજ મંડીમાં CMના સામૂહિક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. આ પછી બંને એક સાથે સ્કૂટર પર બેસીને ગુમ થઈ ગઈ હતી અને તેમના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. આ બાબતે પરિણીત મહિલાની 8 વર્ષની પુત્રીએ જણાવ્યું કે, અન્નુ ખાને તેની માતાને કંઈક ખવડાવ્યું હતું. ત્યાર બાદ તેની માતા બીમાર રહેવા લાગી હતી અને ત્યારથી તે અન્નુ સાથે રહેવાની જીદ કરવા લાગી હતી.
પોલીસમાં તે બંનેની ગુમ થયાની ફરિયાદ બાદ તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ રવિવારે યુવતીએ તેના ઘરે ફોન કરીને તેનો અને નગમાના આધાર નંબર માંગ્યા હતા. ઇટારસીમાં તેનું લોકેશન મળી આવ્યું હતું અને પોલીસ તેની શોધમાં તેની પાસે પહોંચી હતી. અન્નુની રહેવાની અને કપડાં પહેરવાની રીત તદ્દન છોકરાઓ જેવી જ છે. 9 મહિનાથી અન્નુ એ જ મકાનમાં ભાડે રહેતી હતી જ્યાં નગમ તેના પતિ અને બાળકો સાથે રહેતી હતી. ત્યાંથી બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો અને અહીં સુધી પહોંચી ગયો.
5 ફેબ્રુઆરીના રોજ શહેરની મધ્યમાં આવેલી કૃષિ ઉપજ મંડીમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેંકડો લોકો એકઠા થયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. પતિનો આરોપ છે કે, તે જે મકાનમાં રહે છે તેના માલિકની પુત્રી તેની પત્ની સાથે સ્કૂટી પર ભાગી ગઈ હતી. આ સમગ્ર મામલે તેણે પોલીસને ફરિયાદ કરી છે. પતિએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે કૃષિ ઉપજ મંડી પાસે એક ખાનગી શાળાની નજીક રહે છે. 5 ફેબ્રુઆરીએ કૃષિ ઉપજ મંડીમાં મુખ્યમંત્રીનું સામૂહિક લગ્ન સંમેલન હતું. પતિનું કહેવું છે કે, તે અહીં તેના એક સંબંધીના લગ્ન સમારોહમાં ગયો હતો. તેમની પત્ની અને પરિવારના સભ્યો પણ આવ્યા હતા. બપોર સુધી સૌ આ કાર્યક્રમમાં રહ્યા હતા. દરમિયાન તેમની પત્ની અને મકાનમાલિકની પુત્રી બંને સ્કૂટી પરથી નીકળી ગયા હતા, જેઓ હજુ સુધી પરત ફર્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp