કોઈમ્બતુરમાં દેખાયો દૂધ જેવો સફેદ કિંગ કોબ્રા, બચાવીને જંગલમાં છોડવામાં આવ્યો

PC: indiatimes.com

સાપનું નામ સાંભળીને કેટલાક લોકોના રુંવાટા ઉભા થઇ જાય છે. આ હાથ અને પગ વગરનું, જે તેનું આખું જીવન ઘસડાઈ ઘસડાઈને વિતાવી દે છે તેવા જીવને લોકો ખતરનાક માને છે. જે લોકો સાપને કદરૂપું અને ખતરનાક માને છે, તેમની વિચારસરણી બદલવા માટે એક વીડિયો સામે આવ્યો છે. ભારતમાં એક દુધિયા કલરનો સફેદ કિંગ કોબ્રા જોવા મળ્યો છે.

સાપને ખતરનાક, નીચ અને રાક્ષસી સ્વભાવના માનવામાં આવે છે. આપણે માણસોની વાર્તાઓમાં પણ સાપને વિલન કહેવામાં આવે છે, જ્યારે સાપની પ્રજાતિઓ પર્યાવરણનું સંતુલન બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાપને જોઈને લાકડીઓ લઈને દોડનારાઓની વિચારસરણી બદલી નાખનારો એક એવો વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુના કોઈમ્બતુરમાં એક દુર્લભ દુધિયા રંગનો સફેદ કિંગ કોબ્રા જોવા મળ્યો હતો.

આ સફેદ કિંગ કોબ્રા ગયા મંગળવારે એટલે કે 2 મેના રોજ પોડાનૂરના રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ કોબ્રા પોડાનૂર પંચાયતમાં અનંથનના ઘરની સામે ફરતો જોવા મળ્યો હતો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, વાઈલ્ડલાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના સ્વયંસેવક મોહનને સાપને બચાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. સાપને બચાવીને માણસોથી દૂર લઈ જવામાં આવ્યો હતો. વિભાગના એક સભ્યએ સાવધાનીથી સાપને અનૈકટ્ટી રિઝર્વ ફોરેસ્ટમાં છોડ્યો. વન વિભાગે જણાવ્યું કે, આ જંગલમાં સાપ આરામથી રહી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પર્યાવરણીય સંતુલન બનાવવાનો એક માર્ગ છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં પુણેમાં આવો જ એક સાપ જોવા મળ્યો હતો. સફેદ રંગ અને લાલ આંખો ધરાવતો આ કોબ્રા અન્ય સામાન્ય સાપની સરખામણીમાં અત્યંત ઝેરી છે. તે ખૂબ જ ઝડપથી ચાલે છે. આલ્બિનોની ગણતરી વિશ્વના 10 દુર્લભ પ્રાણીઓમાં થાય છે. આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આખા દેશમાં અત્યાર સુધીમાં માત્ર 8 થી 10 સફેદ કોબ્રા જ જોવા મળ્યા છે.

કિંગ કોબ્રાનો રંગ સફેદ કેવી રીતે થયો? પાંચ ફૂટ લાંબા આ સાપનો રંગ સફેદ છે, કારણ કે તેની ત્વચામાં મેલાનિનની ઉણપ છે. મેલાનિન ઘટવાને કારણે ત્વચાનો રંગ દૂધિયો સફેદ થઈ જાય છે.

વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કોબ્રા આવો હોઈ શકે કે કેમ તે અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ખરેખર તે ખૂબ જ સુંદર લાગે છે. બીજાએ પ્રશ્ન કર્યો, શું તે જંગલીમાં ટકી શકશે, કારણ કે તે એક ખાસ પ્રકારનું બનેલું છે, જે કદાચ આ જગ્યાએ રહેવા માટે ટેવાયેલું નથી. ત્રીજાએ લખ્યું, ભાઈ, સુંદરતા જોઈને મોહ ન પામો. તે વિશ્વના સૌથી ઝેરી સાપમાંનો એક છે. જો તે ડંખ મારે તો આપણું બચવું સરળ નથી.

અગાઉ માર્ચ 2023માં ઉત્તર પ્રદેશના કર્તનિયાઘાટમાં દુધિયા સફેદ હરણ જોવા મળ્યું હતું. IFS આકાશ દીપ બધવાને ટ્વિટર પર દુધિયા સફેદ હરણની તસવીર શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp