
ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી જેમ વધી રહ્યો છે તેની સાથે લોકોની નિર્ભરતા પણ વધી છે જેનો સાયબર ફ્રોડ કરનારા બેફામ ફાયદો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે એક પરિવારની સાથે 8 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે.
લોકોને ફસાવવા માટે કૌભાંડ કરનારા જાતજાતના પેંતરાની માયાજાળ ઓનલાઇન ફેલાવી છે. તાજેતરમાં ઓનલાઇન ફ્રોડનો કિસ્સો નોઇડાથી સામે આવ્યો છે. એક યૂઝર સાથે 8.24 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. છેતરપિંડીનો આ કિસ્સો ઓનલાઇન સર્ચમાં થયેલી એક ભૂલ સાથે જોડાયેલો છે. પીડિત સીનિયર સિટીઝન છે, જે પોતાના ડિશવોશર માટે ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર શોધી રહ્યા હતા. કપલ નોઇડા સેક્ટર 133માં રહે છે. પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમરજીત સિંહ અને તેમના પત્ની IFB ડિશવોશરનો કસ્ટમર કેર નંબર ઓનલાઇન સર્ચ કરી રહ્યા હતા. પત્નીએ ઓનલાઇન સર્ચમાંથી 1800258821 નંબર શોધી કાઢ્યો છે જે IFB કસ્ટમર કેરના નામથી ગૂગલ પર નોંધાયેલો હતો.
જો કે, આ નંબર હવે બંધન બેંકના કસ્ટમર કેર તરીકે બતાવવામાં આવી રહ્યો છે. પીડિતે જણાવ્યું કે જ્યારે તેની પત્નીએ આ નંબર પર ફોન કર્યો ત્યારે એક મહિલાએ ફોન ઉપાડ્યો અને તેના સિનિયરને કોલ કનેક્ટ કરવા કહ્યું.
આ પછી, કથિત વરિષ્ઠ અધિકારીએ તેની પત્નીને ફોન પર AnyDesk એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને તેની પાસેથી કેટલીક વિગતો માંગી. આ પછી, છેતરપિંડી કરનારાઓએ મહિલાને 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું, જેથી ફરિયાદ નોંધાવી શકાય.
પ્રોસેસ દરમિયાન, કૉલ્સ ઘણી વખત ડિસ્કનેક્ટ થયા હતા અને તેઓ પીડિતને તેના અંગત નંબર પરથી સતત કૉલ કરતા હતા. તે જ દિવસે સાંજે 4.15 કલાકે વૃદ્ધના ખાતામાંથી 2.25 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. બીજા દિવસે સવારે તેણે બીજો મેસેજ જોયો, જે રૂ. 5.99 લાખનો હતો.
પીડિતે આ અંગે પોલીસ અને બેંક બંનેને જાણ કરી હતી. આ પછી તેણે પોતાનું જોઈન્ટ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું. જો કે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેના ખાતામાંથી ઘણા પૈસા કપાઈ ગયા હતા.
ઓનલાઇન છેતરપિંડીના આ કિસ્સો નવો નથી. આ પ્રકારના અનેક કિસ્સા પેહલા પણ સામે આવ્યા છે. કૌભાંડ કરનારાઓ અનેક વખત ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર કસ્ટમર કેરના નામે ફેક નંબર રજિસ્ટર્ડ કરાવી દેતા હોય છે.
જ્યારે કોઇ ગ્રાહક ઓનલાઇન સર્ચ કરે તો આવા ફેક નંબર સામે આવી જાય છે. જો કોઇ યૂઝર ફોન કરે તો છેતરપિંડી કરનારા છેતરી નાંખે છે. આવા સ્કેમથી બચવા માટે લોકોએ ઓનલાઇન સર્ચ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઇએ.
કોઈપણ નંબર પર કોલ ન કરો, બલ્કે કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી કસ્ટમર કેર નંબર મેળવો. તમારા પર્સનલ ડિવાઇસ પર AnyDesk કે બીજી કોઇ App ડાઉનલોડ કરશો નહીં.
આ સ્કેમર્સને તમારા ડેટાની ઍક્સેસ આપે છે. કસ્ટમર કેર ક્યારેય તમારી પાસેથી પૈસા માંગતી નથી, પરંતુ જો તમારે કોઈપણ સેવા માટે ચૂકવણી કરવી હોય તો પણ તે સેવા પૂર્ણ થયા પછી ચૂકવવી પડે છે. તમે App ડાઉનલોડ કરો એટલે ગઠીયાઓને તમારો એક્સેસ મળી જાય છે. એક વાત લોકોએ સમજી લેવાની જરૂર છે કે કોઇ પણ કસ્મર કેર ક્યારેય ઓનલાઇન પૈસાની માંગણી કરતું નથી. સર્વિસ આપ્યા બાદ પૈસા આપવાના હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp