ખેડૂતનું મોત થયું,એક વાનર આવ્યો, ચાદર હટાવીને રડવા માંડ્યો,આ રીતે થઇ હતી દોસ્તી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના લખીમપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડુતનું મોત થયું હતું, એક વાનર જંગલમાંથી આવ્યો અને ચાદર હટાવ્યા પછી ધુસ્ક્રે ધુસ્કે રડવા માંડ્યો હતો. આ મૂંગા પ્રાણીને એ વાતની જાણ થઇ હતી કે તેનો મિત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો. આ વાતથી દુખી થયેલો વાનર મહિલાઓ પાસે પણ ગયો હતો.માનવી અને પ્રાણીઓના સંબંધોના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં આરિફ અને સારસની દોસ્તીની પણ ભારે ચર્ચા થઇ હતી.

લખીમપુર ખેરીમાં રહેતો એક ખેડુતનો છેલ્લાં 7 વર્ષથી નિત્ય ક્રમ હતો કે તે જ્યારે ખેતર જતો તો વચ્ચે જંગલ આવતું અને ત્યાં એક વાંદરાને તે દરરોજ રોટલી ખવડાવતો હતો. આમ વાંદરા અને ખેડુત વચ્ચે ગાઢ મિત્રતતા થઇ ગઇ હતી.

હવે જ્યારે એ રોટલી ખવડાવનાર ખેડુતનું મોત થયું તો એ વાંદરો અચાનક તેના ઘરે આવી ગયો હતો અને ચાદર હટાવીને રડવા લાગ્યો હતો. આ વખતે ત્યાં હાજર અનેક લોકો વાંદરાના પ્રેમથી અચંબિત થઇ ગયા હતા.

લખીમપુરી ખેરી જિલ્લામાં આવેલા ગોન્દિયા ગામમાં રહેતા 65 વર્ષના ખેડુત ચંદન વર્માનું મોત થયું હતું. ખેડુતના મોત પછી સગા સબંધીઓ અને ગામના લોકો ખેડુતના ઘરે આવવાના શરૂ થયા હતા.

તે વખતે એક વાનર આવ્યો હતો, તો લોકોને એવું લાગ્યું કે આમ જ આવી ગયો હશે, ખાવાનું આપીશું તો ચાલ્યો જશે. પરંતુ આ વાનર તો મૃતદેહ પાસે ગયો, ચાદર હટાવી અને ખેડુતનો ચહેરો જોયા પછી રડવા માંડ્યો હતો.

આ દરમિયાન શબ પાસે કેટલીક મહિલાઓ પણ બેઠી હતી અને રડી રહી હતી. એ પછી વાનર એ મહિલાઓ પાસે પણ ગયો અને તેમના હાથ પકડીને બેસી ગયો હતો. એ વાનરના ચહેરા પર મિત્ર દોસ્તના નિધનનું દુખ છલકતું હતું. આ દરમિયાન વાનર રડતો રહ્યો અને પછી થોડી વારમાં જંગલમાં ચાલ્યો ગયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ ચંદન વર્મા છેલ્લાં 7 વર્ષથી નિયમિત આ વાનરને રોટલી ખવડાવતો હતો, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ચંદનની તબિયત સારી રહેતી ન હોવાને કારણે તેઓ ખેતરે જઇ શક્યા નહોતા.

લોકોમાં એ વાતની ચર્ચા હતી કે આખરે આ વાનરને ખબર કેવી રીતે પડી કે તેને રોટલી ખવડાવનાર માણસનું મોત થયું છે? જાણકારોનું કહેવું છે કે ઘણી વખત તમને જેની સાથે લગાવ હોય તેના વિશે ખરાબ થાય ત્યારે તેમને આંતરિક સ્ફુરણા થતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp