માતાએ 3 બાળકો સાથે ટ્રેન સામે કૂદી આત્મહત્યા કરી, પણ 8 મહિનાના બાળકને કંઈ ન થયું

PC: etvbharat.com

એક કહેવત છે કે જાકો રખે સૈયાને કોઈ નહીં મારી શકે. અર્થાત્ ભગવાન જેની સાથે હોય તેને કોઈ નુકસાન કરી શકે નહીં. આવો જ એક કિસ્સો UPના ચંદૌલીથી સામે આવ્યો છે, જ્યાં એક માતા તેના 3 બાળકો સાથે ટ્રેનની સામે કૂદીને મૃત્યુ પામી હતી. પરંતુ તેના 8 મહિનાના બાળકને જરા સરખો ઉઝરડો પણ ન પડ્યો.

ચંદૌલીમાં કૌટુંબિક ઝઘડાને કારણે મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં મહિલા સહિત બે બાળકોના મોત થયા છે. જ્યારે 8 મહિનાનું બાળક ટ્રેનના પાટા વચ્ચે સુરક્ષિત રીતે બચી ગયું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આગોતરી કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુગલસરાય કોતવાલીના પરોરવા ગામની રહેવાસી મંજુના લગ્ન સાત વર્ષ પહેલા વારાણસીના ચિતાઈપુરના રહેવાસી કલ્લુ યાદવ સાથે થયા હતા. 26 વર્ષની મંજુને ત્રણ બાળકો હતા, જેમાં 6 વર્ષની આરાધ્યા, 4 વર્ષની અમૃતા અને 8 મહિનાનો પુત્ર અંકિત યાદવનો સમાવેશ થાય છે. મંજુના પતિ કલ્લુ યાદવના પિતરાઈ ભાઈ સાથે મંજુનું પ્રેમપ્રકરણ ચાલતું હતું. જેના કારણે પરિવારમાં ભારે તણાવ રહેતો હતો અને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા રહેતા હતા.

મામલો એટલો વધી ગયો કે, મંજુએ પોતાના બાળકો સહિત મરવાનું મન બનાવી લીધું. આ દરમિયાન, મંજુ ત્રણ બાળકો સાથે મુગલસરાય કોતવાલીના પડાવ વિસ્તારમાં DDU જંક્શન-વારાણસી રેલ રૂટ પર સ્થિત અવધૂત ભગવાન રામ હોલ્ટ સ્ટેશન પાસે પહોંચી અને બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી.

ટ્રેનની અડફેટે આવી જતાં મંજુ અને બંને છોકરીઓ આરાધ્યા અને અમૃતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરંતુ આખી ટ્રેન પસાર થઈ ગયા પછી પણ 8 મહિનાનો અંકિત રેલવે ટ્રેકની વચ્ચે સુરક્ષિત રીતે બચી ગયો હતો. ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

આ દરમિયાન ઘટનાની માહિતી મંજુના પતિ કલ્લુ યાદવને આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ મુગલસરાય પોલીસ સ્ટેશન પહોંચેલા કલ્લુ યાદવને 8 મહિનાના બાળક અંકિતને સોંપવામાં આવ્યો હતો. આ અંગે CO પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અનિરુદ્ધ સિંહે જણાવ્યું હતું કે, પારિવારિક વિખવાદને કારણે એક મહિલાએ 3 બાળકો સાથે રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી હતી. જેમાં એક બાળક સુરક્ષિત રીતે બચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp