7 બાળકોની મા 20 વર્ષના યુવકના પ્રેમમાં પડી, પ્રેમી સાથે ભાગી, પતિનું દર્દ છલકાયુ

PC: twitter.com

ભરતપુરમાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાત બાળકોની માતા તેના 20 વર્ષના પ્રેમી સાથે ભાગી ગઈ. મહિલાને છ પુત્રી અને એક પુત્ર છે. હવે મહિલાનો પતિ તેના બાળકો અંગે ન્યાયની આશામાં પોલીસ પાસે પહોંચ્યો છે.

પૂર્વ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પ્રેમ પ્રકરણનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાત બાળકોની માતાને 20 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો. તે તેના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે, તે તેના પતિ અને સાત બાળકોને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ. આ મહિલાનો સૌથી નાનો પુત્ર છ મહિનાનો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મહિલાનો પ્રેમી અન્ય કોઈ નહીં પરંતુ તેના પતિનો મિત્ર છે. હવે પીડિત પતિએ આ અંગે કોર્ટ મારફતે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

ભરતપુરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રેમ પ્રકરણનો આ મામલો સામે આવ્યો છે. પીડિત પતિ તેના બાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ન્યાય માટે આજીજી કરી. પીડિત પતિ પિતમ તેના સાત બાળકો અને પત્ની સુનીતા સાથે રારહ ગામમાં એક મકાન ભાડે રાખીને રહે છે. તેનો એક મિત્ર મહેશ તેની સાથે કામ કરતો હતો. પિતમ કહે છે કે, તે દરમિયાન તેની પત્નીનું મહેશ સાથે અફેર ચાલુ થઇ ગયું હતું. ત્યાર પછી તેની પત્ની મહેશ સાથે તેને અને તેના બાળકોને છોડીને ભાગી ગઈ હતી.

તેઓ બંને લગભગ 2 મહિનાથી ફરાર છે. હજુ સુધી આ બંનેના ઠેકાણા અંગે કોઈ ખબર મળી નથી. મને મારી પત્ની પાછી અપાવો. તે પોતાના બાળકોને લઈને ન્યાય મેળવવા માટે આમ તેમ ભટકી રહ્યો છે. પિતમ મજૂરી કામ કરે છે. હાલમાં તે પોતાના બાળકોની દેખભાળ કરી રહ્યો છે. પીતમને 6 દીકરીઓ અને એક દીકરો છે. પુત્ર તો માત્ર 6 મહિનાનો જ છે. પરંતુ સુનિતાએ તેની પણ પરવા ન કરી અને તેના પ્રેમી સાથે ભાગી ગઈ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં આવા પ્રેમ પ્રકરણમાં ભાગી જવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ગેરકાયદે પ્રેમ પ્રકરણની ઘણી વાતો સામે આવી ચુકી છે. થોડા મહિના પહેલા જમાઈ સિરોહીમાં તેની સાસુ સાથે ભાગી ગયો હતો. અને બુંદીમાં સસરા પુત્રવધૂ સાથે ભાગી ગયા હતા. જોકે પિતમનું કહેવું છે કે, તેને ન્યાય મળવો જોઈએ. તેને તેના બાળકોની માતા પછી લાવીને આપવી જોઈએ. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp