બાગેશ્વર મહારાજનો મુસ્લિમ મિત્ર, દરરોજ સુંદરકાંડનો પાઠ કરે છે

PC: navbharattimes.indiatimes.com

મધ્યપ્રદેશનું બાગેશ્વર ધામ ચર્ચામાં રહે છે. કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લોકો બાગેશ્વર સરકારના નામથી પણ ઓળખે છે. ઓછા સમયમાં ચર્ચામાં આવનારા બાગેશ્વર સરકારનો સાચ્ચો મિત્ર એક મુસ્લિમ છે. આ વાતનો ખુલાસો તેમણે પોતે જ કર્યો છે. એક કથા દરમિયાન તેમણે કહ્યું કે, તેમના સાચ્ચા મિત્રનું નામ ડો. શેખ મુબારક છે. તેમણે કહ્યું કે, અમારી મિત્રતાને 12 વર્ષ થઇ ગયા. શેખ મુબારકના પરિવારમાં ગયા 60 વર્ષોથી રામ નામનું સંકીર્તન થાય છે. સેખ મુબારક દરરોજ સુંદરકાંડનો પાઠ કરે છે. બાગેશ્વર ધામ સરકારે કહ્યું કે, કેવી રીતે તેમણે મુશ્કેલ સમયમાં એક મુસ્લિમ મિત્રએ દોસ્તી નિભાવી.

બાગેશ્વર ધામે કહ્યું કે, કોઇ શેખ મુબારકે તેમની બહેનના લગ્નમાં પૈસાની વ્યવસ્થા કરી. તેમણે કહ્યું કે, જ્યારે મારી બહેનના લગ્ન થયા હતા પરિવાર પાસે લગ્ન માટે પર્યાપ્ત પૈસા નહોતા. તેની સાથે જ કહ્યું કે, ઉધાર પણ નહોતા મળી રહ્ય. જે લોકો પાસે ઉધાર માગ્યા હતા તેમણે પૈસા આપવા માટે ના પાડી દીધી હતી. પણ જ્યારે આ વાત મેં શેખ મુબારકને કહી તો શેખ મુબારકે મારો હાથ પકડીને કહ્યું કે, બહેનના લગ્ન માટે હું પૈસાની વ્યવસ્થા કરીશ. બીજા દિવસે તેણે 20 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી. તેની સાથે જ તેણે બહેનની વિદાઇ માટે બધો સામાન ખરીદ્યો. મેં બે વર્ષ પછી શેખ મુબારકને પૈસા પાછા આપ્યા.

બાગેશ્વર મહારાજે કહ્યું કે, જ્યારે અહીં કંઇ ન હતું ત્યારે શેખ મુબારક દરરોજ અહીં સુંદરકાંડનો પાઠ કરવા આવતો હતો. બાગેશ્વર મહારાજ અનુસાર, તે બન્ને આ રેતાળ જગ્યામાં એક સાથે રમતા હતા અને મસ્તી કરતા હતા. તેમણે કહ્યું કે, જે સમયે શેખ મુબારકે મારી મદદ કરી હતી આજના સમયમાં તેની તુલના ન કરી શકાય. તેણે કહ્યું કે, અમારી મિત્રતામાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા.

બાગેશ્વર ધામે કહ્યું કે, અમે બન્ને વચ્ચે થોડા સમય માટે ઝગડો પણ થયો હતો. ત્યારે શેખ મુબારકે મને કહ્યું હતું કે, તુ હવે મોટો માણસ બની ગયો છે. કૃષ્ણ થઇ ગયો છે. તુ પોતાના સુદામાને ભૂલી ગયો છે. અમારા આખા ઘરની વ્યવસ્થા પોતે કરે છે. શેખ મુબારક મારી બહેનો પાસે રાખડી બંધાવે છે. તે મારી માતાને માં અને પિતાને પોતાના પિતા જ સમજે છે. શેખ મુબારક ઘણા સારા ભજન ગાય છે.

બાગેશ્વર ધામે કહ્યું કે, શેખ મુબારકના ગામમાં એક હનુમાન મંદિર છે. જેની પૂજા તેમનો પરિવાર જ કરે છે. શેખ મુબારકે પોતાના ગામમાં લોકો પાસે ફાળો ઉઘરાવીને ત્રણ વખત ભાગવત કથાનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, શેખ મુબારક ઘણી વખત મારે ત્યાં ચા પીવા માટે પોતાની ગાડીમાં દુધ લેવા જાય છે. છતરપુર જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામ ઘણા ઓછા સમયમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp