મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા, વિરોધ થયો તો સનાતન ધર્મ અપનાવી લીધો

PC: aajtak.in

મધ્યપ્રદેશના નરસિંહપુરમાં એક ખાસ લગ્ન જોવા મળ્યા છે. લગભગ પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં રહેલા મુસ્લિમ યુવક અને હિંદુ યુવતીએ ગુરુવારે રાત્રે કારેલીના શ્રીરામ મંદિરમાં વૈદિક વિધિથી લગ્ન કર્યા હતા. યુવકે સનાતન અપનાવવાનું કારણ આપ્યું કે તેને સનાતન ધર્મમાં રસ હતો. તે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. તેથી આ બધું કર્યું છે.

લગ્ન બાદ યુવકનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના કેટલાક મિત્રો, પરિચિતો અને અન્ય લોકો મંદિરમાં હાજર હતા. જિલ્લામાં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરીએ લગ્ન માટે અરજી કરી હતી. જ્યારે મેરેજ ઓફિસરના નોટિસ બોર્ડ પર આ પત્ર મૂકવામાં આવ્યો ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ઈન્ટરનેટ મીડિયામાં જ્યારે આ નોટિસ વાયરલ થઇ ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લગ્નમાં જે લોકો સાક્ષી બનશે તેમની સામે શોકસભાનું આયોજન કરવામાં આવશે. જ્યારે આ બધી બાબતો ઈન્ટરનેટ મીડિયામાં આવી ત્યારે સમગ્ર મામલામાં વળાંક આવ્યો અને સાંજ સુધીમાં મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું. જે બાદ યુવકે કારેલીના જ શ્રીરામ મંદિરમાં પૂજા કરીને મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો હતો.

ગાડરવાહા તહસીલના ચીચલીમાં રહેતો યુવક ફાઝીલ ખાન અને આમગાંવની રહેવાસી હિંદુ યુવતીની 5 વર્ષ પહેલા મુલાકાત થઇ ડમરુ ઘાટી શિવમંદિરમાં મુલાકાત થઇ હતી. એ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રેમ શિવમંદિરમાં થયો અને લગ્ન શ્રીરામ મંદિરમાં થયા.

ફાઝિલની આસપાસના લોકો પાસેથી માહિતી એકત્ર કર્યા બાદ જાણવા મળ્યું કે ફાઝિલની આસ્થા હિંદુ ધર્મમાં હતી, જેના કારણે હિંદુ ધર્મમાં તેની વાપસીની તૈયારી કરવામાં આવી હતી. કારેલી રામ મંદિરમાં વૈદિક મંત્રો સાથે, પંડિતે જનોઇ સંસ્કાર સાથે યુવકને હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવી. યુવકનું નામ ફાઝીલથી બદલીને અમન રાય કરી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન શ્રીરામ મંદિર પરિસરમાં અમન રાયે સોનાલી રાયને વરમાળા પહેરાવી હતી. બંનેને રામચરિતમાનસ પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ મામલે પંડિત શિવનારાયણ દુબેએ કહ્યું કે એક કપલ લગ્ન માટે આવ્યું હતું, યુવક મુસ્લિમ હતો અને યુવતી હિંદુ હતી. યુવકે સનાતન ધર્મ આપનાવ્યો અને મેં બંનેના લગ્ન કરાવી દીધા હતા. લોકોએ વરવધૂને રામ દરબાર સ્મૃતિ ચિહ્ન ભેટમાં આપ્યું હતું. આ પ્રસંગે લોકો બેન્ડ વાજાની ધૂન પર નાચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp