ઘરના ફળીયામાં રમતી દોઢ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓએ હુમલો કરી મારી નાંખી

PC: aajtak.in

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં એક દિલ હલાવી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરના આંગણામાં રમતી એક દોઢ વર્ષની બાળકી પર શેરીમાં રખડતા કૂતરાઓએ હુમલો કરીને તેને બટકા ભરી ભરીને તેની હાલત ખરાબ કરી નાંખી હતી. જ્યારે ઘરના સંબંધીઓએ જોયું તો તેઓ તરત જ દોડી આવ્યા અને તે બાળકીને કૂતરાઓથી બચાવી હતી. આ પછી, બાળકીને તાકીદે હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. આગળની વધુ તપાસ કરી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના G. સિંગાડમ મંડલના મેટ્ટાવલસા ગામમાં બની હતી. અહીં, G. સિંગાડમ મંડલ વિસ્તારમાં આવેલા મેટ્ટાવલસા ગામમાં 18 મહિનાની બાળકી તેના ઘરના વરંડામાં રમી રહી હતી. જ્યારે, એક સાથે એક ડઝન જેટલા શેરીમાં રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો.

બાળકીના રડવાનો અવાજ સાંભળીને તેના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તો કૂતરાએ બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. સંબંધીઓએ ગમે તેમ કરીને બાળકીને કૂતરાઓથી બચાવી અને ગંભીર હાલતમાં તેને રાજામ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં બાળકીની પ્રાથમિક સારવાર કરવામાં આવી અને ત્યાર પછી તેને શ્રીકાકુલમની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. શ્રીકાકુલમની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસૂમનું મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના માતા-પિતાની રડી રડીને હાલત ખરાબ છે. આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, આ મામલો શુક્રવારે સાંજે લગભગ 7.45 વાગ્યાનો છે. અહીં એક 18 મહિનાની બાળકી જ્યારે ઘરની સામે રમતી હતી ત્યારે રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. છોકરીની માતા બીજાના ઘરે કામ કરીને પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરે છે.

જ્યારે માતાએ બાળકી પર કૂતરાઓ દ્વારા હુમલો થતાં જોયો ત્યારે તે દોડી ગઈ. ભારે ઉતાવળમાં તે ઘાયલ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે રખડતા કૂતરાઓના નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રએ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર એક ગેઝેટ બહાર પાડ્યું છે કે, દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલામાં વધારો થયો છે. રખડતા કૂતરાઓ અંગે જે તે વિસ્તારના નગરપાલિકાના સ્ટાફ અને વેટરનરી સભ્યો સાથે કમિટી બનાવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રમાણિત ડોકટરોની દેખરેખ હેઠળ કૂતરાઓના નિરીક્ષણ તેમજ કુતરાઓના ઓપરેશન માટે વિશેષ કેમ્પ ઉભા કરવા જોઈએ. આ તમામને CCTV કેમેરામાં રેકોર્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સરકારનું કહેવું છે કે, જેમના પર કૂતરાઓએ હુમલો કર્યો છે તેમને દસ દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવાની સૂચના આપવામાં આવી છે. તેણે આદેશ આપ્યો કે કરડેલા કૂતરાનું હડકવા માટે પરીક્ષણ કરવામાં આવે. કેન્દ્રએ આક્રોશ વ્યક્ત કર્યો કે, જે તે વિસ્તારની નગરપાલિકાઓ અને સ્થાનિક અધિકારીઓએ અગાઉના નિયમોનું પાલન કર્યું નથી. નિયમોનું પાલન ન થાય તો પણ જો કૂતરાઓ હુમલો કરે તો તેની જવાબદારી જે તે વિસ્તારના પાલિકાના સત્તાધીશોની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp