સાપ અને કાચબાઓથી ભરેલી બેગ પહોંચી ચેન્નાઈ એરપોર્ટ, જાણો શું છે આખો મામલો

PC: indiatv.in

ચેન્નાઈ એરપોર્ટ પર રોજની જેમ ફ્લાઈટ્સના આવવા જવાનો સિલસિલો ચાલુ જ હતો. રાત્રિના 10.45 વાગ્યે બેંગકોકથી આવનારી ફ્લાઈટ એફડી-153ના લેન્ડ થવાની જાહેરાત થાય છે. જેમાંથી આવેલી બે બેગને ઘણો સમય થઈ ગયો હોવા છત્તાં કોઈ લેવા આવ્યું ન હતું. જેના પછી બેગ કોની છે તે જોવા માટે તેની નજીક કસ્ટમ અધિકારીઓ ગયા તો તેની અંદર એક અજીબ હલચલ જોવા મળી હતી. જેના પછી ચેન્નાઈ એરપોર્ટ પર તે સમયે હડકંપ મચી ગયો હતો, જ્યારે સાંપો અને કાચબાથી ભેરલી એક આખી બેગ મળી આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે યાત્રી બેંગકોકથી ભારત આવ્યો હતો પરંતુ કસ્ટમ અધિકારી દ્વારા પકડવાના ડરમાં તે બેગને એરપોર્ટ પર જ લાવારિશ છોડીને જતો રહ્યો હતો . મામલો 11 જાન્યુઆરીનો છે. ચેન્નાઈ એરપોર્ટ પહોંચેલા એક યાત્રીની બે બેગમાં 45 બોલ પાઈથન, 3 માર્માસેટ, 3 સ્ટાર કાચબા અને 8 કોર્ન સ્નેક મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગના કહેવા પ્રમાણે ચેન્નાઈ એરપોર્ટ પરથી કબ્જે કરવામાં આવેલા આ વન્ય જીવોને 12 જાન્યુઆરીના પાછા બેંગકોક મોકલી આપવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે આ ઘટના સાથે મળતી ખબર ગયા વર્ષે ઓસ્ટિનથી આવી હતી. જ્યાં એક વ્યક્તિ પોતાની બેગમાં 16 ફૂટના અજગરને લઈને ડલાસથી ઓસ્ટિન જઈ રહ્યો હતો. આ દરમિયાન એક ચોરે ગાડીનો કાચ તોડીને બેગ ચોરી કરી લીધી હતી. થોડી આગળ જઈને બેગ ખોલી અને તેમાંથી અજગર નીકળતા ડરના માર્યા તેને ત્યાં જ છોડીને ભાગી નીકળ્યો હતો. જેના પછી કેટલાંક મહિનાઓ સુધી તે અજગર ઓસ્ટિનમાં ફરતો રહ્યો હતો.

પછી એનિમલ સેન્ટરે તેને પકડ્યો અને સોશિયલ મીડિયા દ્વારા તેના માલિકનો સંપર્ક કરીને તેને સોંપી દીધો હતો. ઓસ્ટિન એનિમલ સેન્ટરે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, ડલાસ ક્ષેત્રમાં સાંપના માલિકે કહ્યું કે સ્નો નામનો અલ્બિનો રેટિકુલેટેડ અજગર એક બેગમાં હતો, જે તેની કારમાંથી ચોરી થઈ ગયો હતો. જ્યારે તે ઘણા મહિનાઓ સુધી ઓસ્ટિનમાં ફરતો રહ્યો હતો. થોડા દિવસો પહેલા આ જ રીતે એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મહિલા તેના બેગમાં સાપોને ભરીને લઈ જઈ રહી હતી અને બેગના સ્કેનિંગ દરમિયાન તેમાં કઈ હલતું દેખાતા ચેક કરવામાં આવતા તેમાં સાપ હોવાની વાત ખબર પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp