વ્યક્તિએ બનાવ્યો એવો પરાઠા કે, લોકો બોલ્યા- 'અમને મોતની અન્ય રીત હોય તો બતાવો'

PC: aajtak.in

કોરોનાના સમયથી સોશિયલ મીડિયા પર ફૂડ બ્લોગિંગને ખૂબ વેગ મળ્યો છે. આ દરમિયાન ઘણા લોકો વિચિત્ર વાનગીઓ બનાવતા પણ જોવા મળ્યા હતા. તેમાં મેંગો પિઝા, ભીંડી નૂડલ, ચીઝ અને ચોકલેટ ડોસા જેવા અનોખા અને વાહિયાત પ્રયોગોનો સમાવેશ કર્યો હતો. આ નામો સાંભળીને જ ઘણાનું માથું ચકરાવે ચડી જાય છે. બીજી તરફ, કેટલાક લોકો વધુ પડતા માખણમાં પાંઉ અને ટિક્કી જેવી વસ્તુઓ શેકતાં જોવા મળ્યા હતા. આ પ્રકરણમાં હવે જે વીડિયો સામે આવ્યો છે તે વધુ ચોંકાવનારો છે.

તમે જાણતા જ હસો કે, અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશન સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવા ઘણા ફૂડ કોમ્બિનેશન છે, જેને પચાવવા આપણા માટે મુશ્કેલ હોય છે. જો કે, તાજેતરમાં વાયરલ થયેલા ફૂડ વીડિયોમાં આવું કંઈ દેખાતું નથી. આ વખતે એક સ્ટ્રીટ ફૂડ વેન્ડરને પરાઠા બનાવતા જોઈને ઘણાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમે વિચારતા હશો કે લોકોને પરાઠાથી આશ્ચર્ય કેમ થાય છે? કારણ કે, પરાઠા વેચનાર જે રીતે પરાઠા બનાવતો હતો, તે રીતે બનાવેલા પરાઠા ખાવા માટે તમારે હિંમતની જરૂર છે અને આવા પરાઠા બનાવતા તમે પહેલા ભાગ્યે જ જોયા હશે.

@officialsahihai દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, એક વ્યક્તિ એક દુકાન પર ઘણાં બધાં ઘીમાં પરાઠા બનાવતો જોઈ શકાય છે. એક પરાઠામાં એટલું ઘી હોય છે કે જાણે ઘીની નદીમાં તળવામાં આવી રહ્યું હોય. જાણે આટલું પૂરતું ન હોય તેમ તે વ્યક્તિ છરી વડે પરાઠા વચ્ચેથી ફાડી નાખે છે અને તેની અંદર પણ ઘી ભરી દે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ઘીના સ્વિમિંગ પૂલમાં બનાવેલો દિલખુશ પરાઠા. બે દિવસ પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. આ સાથે તેમાં કોમેન્ટ્સની તો ઘણી ભરમાર પણ જોવા મળી રહી છે.

એક યુઝરે લખ્યું, 'આ છેલ્લી ઈચ્છા પરાઠા છે. આ ખાધા પછી કોઈ જીવિત નહીં રહે. જ્યારે, બીજાએ લખ્યું, 'આ બરાબર છે, મને મૃત્યુના વધુ રસ્તાઓ જણાવો'. અન્ય એક યુઝરે લખ્યું, 'ભાઈ, તમારા ઘીમાં થોડો પરાઠા પડી ગયો.' એક વ્યક્તિએ લખ્યું, 'આ ઘીનો પરાઠા નથી, પરાઠાનું ઘી છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Sahi hai (@officialsahihai)

એક ભાઈએ કોમેન્ટમાં લખ્યું, ભાઈ, આ ખવડાવીને હાર્ટ એટેક આપશો કે શું? મસ્તી કરતી વખતે એકે કહ્યું, આ પરાઠા ખાઓ અને એક જ વારમાં 30 હજાર કેલરી લઈને મરી જાઓ. બીજાએ લખ્યું કે, આ પછી ચોક્કસ બે બાયપાસ સર્જરી કરાવવી પડશે. ત્રીજાએ મજાકમાં કહ્યું, 'ઘી ઓછું છે.' ચોથાએ લખ્યું, 'કાકા ઘી આપજો પરોઠા લગાવીને.' પાંચમાએ કહ્યું, 'હાર્ટ એટેકના પરાઠા.' એક યુઝરે મજેદાર અંદાજમાં લખ્યું, 'જજ સાહેબ, શું મને ફાંસીની સજા આપવામાં આવશે, તો જજે કહ્યું, ના, તમારે આ પરાઠા ખાવા પડશે.' અન્ય ઘણા લોકોએ પણ આ વાનગી વિશે આવી જ રમુજી પ્રતિક્રિયાઓ આપી છે. આ વિશે તમે શું કહો છો? કોમેન્ટ કરીને જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp