અધિકારી તો ઠીક, પણ ઓફિસ બોયને પણ કંપનીએ કાર ભેટમાં આપી, ના, સુરતની કંપની નથી
દિવાળીના તહેવારમાં બધી કંપનીઓ તેમના કર્મચારીઓને કઇંકને કઇંક ભેટ આપતા હોય છે, પરંતુ કંપની ભેટમાં કાર આપે તો સ્વાભાવિક રીતે જ કર્મચારીઓના ચહેરાં ખીલી જવાના છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે સુરતની એક ડાયમંડ કંપની તેના કર્મચારીઓને કાર ભેટમાં આપે છે, પરંતુ આ સમાચાર સુરતની કંપનીના નથી, પરંતુ હરિયાણાની એક કંપનીના છે. આ કંપનીએ તેના અધિકારીઓને તો ઠીક, પરંતુ ઓફિસ બોયને પણ કાર ભેટમાં આપી છે. કુલ 12 સ્ટાર કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવી છે.
પંચકુલાની Mitskart ફાર્માસ્યુટિકલ કંપનીએ કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ આપવાનું કામ કર્યું છે. કંપનીના માલિક એમકે ભાટિયા કહે છે કે તેઓ તેમના કર્મચારીઓને સેલિબ્રિટી કહે છે. તેમણે કહ્યું કે ન તો હું મારી જાતને કંપનીનો માલિક માનું છું અને ન તો હું મારા સહકર્મીઓને કર્મચારી ગણું છું. હું કંપનીનો ડિરેક્ટર છું અને મારા કર્મચારીઓ સેલિબ્રિટી છે.
એસ.કે.ભાટિયાના કહેવા મુજબ કર્મચારીઓને તેમની મહેનત બદલ આવી ભેટ આપવાની પ્રક્રિયા અહીં અટકશે નહીં. આવી જ રીતે કાર 38 વધુ કર્મચારીઓને ગિફ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
એમ કે ભાટિયા કહે છે કે મેં મારા જીવનમાં ઉતાર-ચઢાવ જોયા છે. મેં નિષ્ફળતાઓનો પણ સામનો કર્યો, પરંતુ ક્યારેય પીછેહઠ કરી નથી. 2015માં ચંદીગઢથી દિલ્હી આવ્યો હતો અને નાની ઓફિસ ખરીદી. તેમણે કહ્યું કે જે લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કંપનીને આગળ લઈ જવા માટે મદદ કરી હતી, તે જ સ્ટાર્સ છે અને તેથી તેમને કાર ગિફ્ટ કરવામાં આવી છે.
તો બીજી તરફ કંપનીના કર્મચારીઓ પણ આ શાનદાર ભેટ મેળવીને ખુશ છે.જે કર્મચારીઓને કાર મળી હતી તેમાં કેટલાક એવા પણ હતા જેમને કાર ચલાવતા આવડતી નથી. તેઓ આ ભેટ મેળવીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. કંપનીમાં ગિફ્ટ મેળવનાર શિલ્પા નામની કર્મચારીએ કહ્યું કે મેં અહીંયા 8 વર્ષ પૂરા કર્યા છે. હું બહુ ખુશ છું. જ્યારે હું 8 વર્ષ પહેલા કંપનીમાં જોડાઇ હતી ત્યારે કંપનીના માલિક કહેતા હતા કે ટીમને કાર ભેટમાં આપવા માંગુ છું.આજે સપનું સાકાર થયું છે.
કંપનીના કર્મચારીઓને મળેલી આ ગિફ્ટની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઇ રહી છે. કેટલાંક યૂઝર્સે લખ્યુ કે, આવા બોસ બધાને મળે. તો એક યૂઝરે લખ્યું કે , વાહ, આ રીતે તમે કંપનીના કર્મચારીઓને ખુશ કરી શકો છો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp