એક એવું પોલીસ સ્ટેશન જ્યાં પોલીસકર્મીઓ વીંછીથી ડરે છે

PC: amarujala.com

કેટલાંક લોકો એવું માને છે કે પોલીસકર્મીઓ જેવી આરામની નોકરી કોઇની હોતી નથી. પોલીસ સ્ટેશનમાં બેસીનો રોફ ઝાડવાનો અને અધિકારીઓ એસી કેબિનમાં બેસીને કામના નામે બણંગા ફુંકતા રહે છે.પરંતુ પોલીસની બીજી સાઇડ પણ છે, પોલીસે એવી જગ્યાએ પણ કામ કરવું પડે છે, જ્યાં ઝેરીલા કીડાઓ ફરતા હોય.

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક એવું પોલીસ સ્ટેશન છે જ્યાં પોલીસકર્મીઓને ગૂંડા કરતાં વધારે ઝેરી વીંછીની ચિંતા વધુ હોય છે. આ દિવસોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં વીંછીઓનું આખું ટોળું પોલીસ સ્ટેશન પરિસરમાં ફરતું જોવા મળશે. જેઓ ક્યારેક પોલીસકર્મીઓના યુનિફોર્મમાં તો ક્યારેક શૂઝની અંદર ઘુસી જાય છે અને ડંખ પણ મારી દે છે. આવું અનેક પોલીસ સાથે બન્યું છે.

વીંછીઓની વણઝારનો આ કિસ્સો મનસુખપુરા પોલીસ સ્ટેશનનો છે. અહીંની પોલીસ કઠોર બદમાશોથી નહીં પરંતુ વીંછીના હુમલાથી પરેશાન છે. સાંજ પડતાં જ પોલીસ સ્ટેશન પરિસરમાં વીંછીઓ રખડવાનું શરૂ કરી દે છે. પોલીસકર્મીઓનું અડધું ધ્યાન વીંછીઓ પર જ રહે છે. પોલીસકર્મીઓ રોજના 8-10 વીંછીઓને પકડીને માટલાં બંધ કરી દે છે પછી તેમને જંગલમાં છોડી દે છે.

મનસુખપુરા પોલીસ સ્ટેશન જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિમી દૂર ખખડધજ ચંબલમાં આવેલું છે. 50-60ના દાયકામાં ધોલપુરને અડીને આવેલા આ ખખડધજ વિસ્તારમાં માન સિંહ, મોહર સિંહ, તહસીલદાર સિંહ, માધૌ સિંહ વગેરે જેવી ડાકુ ગેંગનો ધાક રહેતો હતો.લુંટારાઓથી છુટકારો મેળવવા માટે મનસુખપુરા પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું હતું, જો કે, હવે ચંબલના ડાકુઓ રહ્યા નથી, પરંતુ મનસુખપુરા પોલીસની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. વરસાદના દિવસોમાં માટીમાંથી નીકળતા વીંછીઓ પોલીસ સ્ટેશન પરિસરમાં ઘૂસી જાય છે.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું કહેવું છે કે,સાંજ પડતાની સાથે જ પોલીસ સ્ટેશન પરિસરમાં વીંછીઓ સરકવા લાગે છે. ઓફિસ અને રૂમની બહાર નીકળતા પહેલા લોકો વીંછીના હુમલાના ડરથી ટોર્ચ સળગાવે છે. યુનિફોર્મ પહેરતી વખતે પણ વીંછીનો ડર રહે છે.

મનસુખપુરા પોલીસ સ્ટેશનના રહેણાંક પરિસરમાં કોન્સ્ટેબલ રામનિવાસને મંગળવારે એક કાનખજૂરાએ પીઠ પર કરડી લીધું હતું.  આ ઘટના પછી પોલીસમાં ડર પેસી ગયો છે કે યુનિફોર્મમાં પણ વીંછી ભરાઇ જાય તો કરડી લેશે. આ પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ વીંછીની ડરથી સતત ટેન્શનમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp