રાજસ્થાની વ્યક્તિને થતી હતી લોહીની ઉલટી, ડૉક્ટરોએ પેટમાંથી કાઢી 56 રેઝર બ્લેડ

PC: india.postsen.com

રાજસ્થાનના સાંચોરના દાતા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ડોક્ટરોએ એક માણસના પેટમાંથી 56 રેઝર બ્લેડ કાઢી નાખી છે. 25 વર્ષીય યશપાલ સિંહને લોહીની ઉલટી થઈ રહી હતી, જેના પછી તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ એક્સ-રેમાં યશપાલના પેટમાં મેટલની હાજરી જોવા મળી હતી અને ત્યાર પછી સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી કરાવી હતી તેમાં પેટમાં બ્લેડ હોવાનું જણાયું હતું.

ડૉક્ટરોએ ઓપરેશન કરીને તેના પેટમાંથી 56 બ્લેડ કાઢી નાખી. વ્યક્તિએ રેઝર બ્લેડ શા માટે ખાધી તેનું કારણ આપવામાં આવ્યું નથી. વ્યક્તિ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તે તેના ચાર મિત્રો સાથે રહેતો હતો. જ્યારે તેને લોહીની ઉલ્ટી થવાની શરૂ થઇ ત્યારે તે ઘરે એકલો હતો. તેની તબિયત વધારે બગડતાં તેના મિત્રોને આ વાતની જાણ કરવામાં આવી હતી.

સાંચોરની ખાનગી હોસ્પિટલમાં પહોંચીને ડૉ.નરસીરામ દેવસીએ એક્સ-રે કરાવ્યો. તેના પેટમાં ધાતુની હાજરી જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ સમજવા માટે ડૉક્ટરે સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી કરાવી. પરીક્ષણો સ્પષ્ટપણે દર્શાવે છે કે, વ્યક્તિના પેટમાં મેટલ બ્લેડ હતા. એના પછી તરત જ, તાત્કાલિક સર્જરી કરવામાં આવી અને તેના પેટમાંથી 56 બ્લેડ ઓપરેશન કરીને કાઢવામાં આવી હતી.

ડોક્ટરે જણાવ્યું કે વ્યક્તિની હાલત સ્થિર છે. તબીબોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ કાગળના કવર સાથે ઢાંકેલી બ્લેડ ખાધી હતી. કાગળને કારણે તે સમયે તેને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ કાગળ પેટની અંદર ઓગળતા જ તેની તબિયત બગડવા લાગી હતી.

ત્યાર પછી ગેસ બનવા લાગ્યો અને વ્યક્તિને ઉલ્ટી થવાનું શરૂ થયું હતું. ડૉક્ટરે કહ્યું કે, દર્દીએ બ્લેડ ખાધા પહેલા તેના બે ટુકડા કરી નાખ્યા હતા. વ્યક્તિના સંબંધીઓએ કહ્યું કે, તેઓ પણ નથી જાણતા કે તેણે આવું કેમ કર્યું.

અહીં હજુ પણ બ્લેડ ખાવાના મામલે અસમંજસ પ્રવર્તી રહી છે. યુવકના પરિવારજનો પણ આ હકીકતથી અજાણ છે. જ્યારે, યુવાન તરફથી હજી સુધી આ વિશે કંઇ કહેવામાં આવ્યું નથી. તબીબોના જણાવ્યા અનુસાર યુવકે બ્લેડના લગભગ 3 થી 4 પેકેટ ખાઈ લીધા હતા, જેના કારણે અંદર ઘણું નુકસાન થયું હતું અને તેના કારણે તેને લોહીની ઉલ્ટી થવા લાગી હતી, જેની સારવાર કરવામાં આવી છે. તબીબો ડિપ્રેશનને પણ એક કારણ માની રહ્યા છે. હાલમાં યુવકની હાલત સારી છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp