Zomato ડિલિવરી બોય સરકારી ઓફિસર બની ગયો; કંપની પણ વખાણ કરી રહી છે

PC: zeenews.india.com

Zomatoએ તમિલનાડુના ડિલિવરી બોય વિગ્નેશની સફળતા અને મહેનતની વાર્તા શેર કરી છે. Zomato અનુસાર, વિગ્નેશે પોતાની મહેનતથી TNPSC પરીક્ષા પાસ કરી.

જો કોઈ ધ્યેય પ્રત્યે સમર્પણ અને વફાદારી હોય તો તેને પ્રાપ્ત કરતા કોઈ મજબૂરી રોકી શકતી નથી. સફળતા મળ્યા પછી, કરેલો સંઘર્ષ પણ ખુશી આપવા લાગે છે. જો તમે પણ આવો જ પ્રયાસ કરી રહ્યા છો, તો તમિલનાડુના વિગ્નેશની વાર્તા તમારા માટે પ્રેરણારૂપ બની શકે છે.

Zomatoએ તેના ટ્વિટર પર તેના ડિલિવરી એજન્ટની સ્ટોરી શેર કરી છે. વિગ્નેશે તેના ઘર અને અભ્યાસના ખર્ચને પહોંચી વળવા Zomato માટે ડિલિવરી એજન્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ હવે તેણે તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી છે. Zomatoએ ટ્વિટર પર લખ્યું, તમારે વિગ્નેશને એક લાઈક આપવી જ જોઈએ, કારણ કે તેણે ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતી વખતે તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી.

Zomatoએ વિગ્નેશની તેના પરિવાર સાથેની તસવીર પણ ટ્વીટ કરી છે. આ પોસ્ટ પર થોડી જ વારમાં હજારો લાઈક્સ આવ્યા અને લોકોએ તેને જોર શોરથી શેર કરી. એક યુઝરે લખ્યું, મોટી સફળતા. અન્ય એક યુઝરે લખ્યું, હું મારા જીવનમાં પણ આ પ્રકારનું સમર્પણ ઈચ્છું છું. ત્રીજા યુઝરે લખ્યું, એક યુવાનની સફળતા જે ખરેખર સખત મહેનત કરે છે. એકે લખ્યું, વાહ, વિગ્નેશને અભિનંદન. બીજાએ કહ્યું, મહેનત અને સમર્પણ વિના કંઈ શક્ય નથી. ત્રીજાએ લખ્યું, વિગ્નેશની ભાવનાને સલામ. અન્ય એક યુઝરે મજાકમાં પૂછ્યું, વિગ્નેશ ડિલિવરી બોયની નોકરી ક્યારે છોડી રહ્યો છે. મોટાભાગના યુઝર્સે વિગ્નેશને તેની આગળની કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા TNPSC દ્વારા લેવામાં આવતી રાજ્ય સ્તરની સિવિલ સર્વિસ પરીક્ષા છે. TNPSCએ 12મી જુલાઈના રોજ સંયુક્ત સિવિલ સર્વિસ પરીક્ષા ગ્રુપ 4નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષા ગ્રામ વહીવટી અધિકારી, જુનિયર આસિસ્ટન્ટ, બિલ કલેક્ટર ગ્રેડ-1, બિલ કલેક્ટર, ફિલ્ડ આસિસ્ટન્ટ અને સ્ટોર કીપર જેવી વિવિધ જગ્યાઓ ભરવા માટે લેવામાં આવે છે. TNPSC ગ્રુપ 4 માટેની લેખિત પરીક્ષા 24 જુલાઈ, 2022ના રોજ લેવામાં આવી હતી.

તાજેતરમાં, અન્ય વ્યક્તિની મહેનત અને સમર્પણની વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક યુઝર શરણ હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે CAT પરીક્ષામાં 98 ટકા સ્કોર કરવા છતાં તેને IIM બેંગ્લોરમાં એડમિશન નથી મળ્યું. આ પછી, તેણે US MBA પ્રોગ્રામ માટે તૈયારી કરી અને અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. તેમણે કહ્યું કે તેમને IIMમાં ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં તેમને એડમિશન મળ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp