2 દિવસ પહેલા 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલી બાળકીને આજે બહાર કઢાઈ પણ મોત

PC: 7indian.com

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના મુંગાવલી ગામમાં 6 જૂને રમતા રમતા બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની બાળકી સૃષ્ટિને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હવે પૂરું થયું છે. બાળકી બોરવેલમાં પડી ગયાને 43 કલાકથી વધુ સમય થઈ ગયો છે. બોરવેલમાં બુધવારે NDRF અને SDERFના પ્રયાસો નિષ્ફળ જતાં બૈરાગઢ EME સેન્ટરથી સેનાને બોલાવવામાં આવી હતી. રોબોટ ટીમે તેને બોરવેલમાંથી બહાર કાઢવામાં ખુબ મહેનત કરી હતી અને તેમાં તેને સફળતા મળી હતી, હવે તેને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

સૈન્યના જવાન 300 ફૂટ ઊંડા બોરવેલમાં 100 ફૂટના અંતરે ફસાયેલી સૃષ્ટિને સળિયાના હૂકની મદદથી 10 ફૂટ ઉપર લાવ્યા હતા, પરંતુ બાળકી લપસીને લગભગ 150 ફૂટ નીચે પહોંચી ગઈ હતી. આ પછી, સેનાની સલાહ પર, રોબોટ સાથે નિષ્ણાતોની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. હવે દિલ્હીની રોબોટિક રેસ્ક્યુ ટીમે ગુરુવારે સવારે 9 વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. રાજસ્થાનના જોધપુરથી પણ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સેનાના જવાનોએ બોરવેલમાં જ સળિયો નાખીને બોરવેલમાં પડી ગયેલી બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક વખત સળિયાની મદદથી બાળકીને બાકીના 10 ફૂટ સુધી ખેંચી લેવામાં આવી હતી, પરંતુ અચાનક તેનું કપડું ફાટ્યો અને તે ફરીથી નીચે પડી ગઈ હતી. બચાવ કામગીરી સતત ચાલુ છે.

આ ઘટના અંગે મધ્યપ્રદેશના CMએ કહ્યું, 'સિહોર જિલ્લાના ગામ મુંગાવલીની પુત્રી શ્રૃતિ ગઈકાલે બોરવેલમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમ બાળકીને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરો કે આપણે સફળ થઈએ.'

ભોપાલ લોકસભા મતવિસ્તારના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મીડિયા સાથે ચર્ચા કરતાં તેમણે નિવેદન આપ્યું હતું કે, બાળકી સારી હાલતમાં બહાર આવે તેવી તેમની પ્રાર્થના છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ સિહોરના જિલ્લા પંચાયતના CEOએ જણાવ્યું કે, દિલ્હીથી 3 સભ્યોની ટીમ સિહોર પહોંચી છે. દિલ્હીની આ ટીમે તાજેતરમાં જ જામનગરમાં આવા જ એક કેસમાં બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં તેમને સફળતા મળી હતી. અત્યાર સુધી બોરવેલની સમાંતર 35 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ ખડકોને કારણે ખોદવામાં મુશ્કેલી પડી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, વહીવટી સ્ટાફ સ્થળ પર હાજર છે, બાળકીને સુરક્ષિત બહાર કાઢવા માટે JCB અને પોકલેન મશીનની મદદથી સમાંતર ખાડો ખોદવામાં આવી રહ્યો છે. સાથે જ બાળકીની હિલચાલ પર નજર રાખવા માટે CCTV કેમેરાની મદદ લેવામાં આવી રહી છે અને ઓક્સિજન પણ પુરો પાડવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp