વરિષ્ઠ પોલીસ અધિકારીએ પહેલા પત્ની અને ભત્રીજાની હત્યા કરી, પછી પોતાને ગોળી મારી

PC: tv9hindi.com

મહારાષ્ટ્રના પુણેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે 57 વર્ષીય ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ACP)એ રવિવારે મોડી રાત્રે તેની પત્ની અને ભત્રીજાની ગોળી મારીને આત્મહત્યા કરીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. ચતુરશરિંગી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાનેર વિસ્તારમાં ACP ભરત ગાયકવાડના બંગલામાં વહેલી સવારે 3.30 વાગ્યે બની હતી અને તેની પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર ગાયકવાડ અમરાવતીમાં ACP તરીકે તૈનાત હતા.

આત્મહત્યા કરનાર પોલીસ અધિકારીનું નામ ભરત શેખા ગાયકવાડ છે. આ પોલીસ અધિકારીએ તેની પત્ની મોની ગાયકવાડ અને ભત્રીજા દીપક ગાયકવાડની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી હતી. તેમનો પરિવાર પુણેના બાલેવાડી વિસ્તારમાં રહેતો હતો. ભરત ગાયકવાડ શનિવારે રજા પર પુણે આવ્યા હતા. ગાયકવાડે પોતાની અંગત લાયસન્સવાળી પિસ્તોલ વડે ગોળીબાર કર્યો હતો. ભરત ગાયકવાડે આટલું કડક પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ નથી.

એક અધિકારીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, 'ACP ગાયકવાડે રવિવારે સવારે 3.30 વાગ્યે કથિત રીતે તેની પત્નીને માથામાં ગોળી મારી હતી. ગોળીનો અવાજ સાંભળીને તેનો પુત્ર અને ભત્રીજો રૂમ તરફ દોડ્યા અને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ ACPએ કથિત રીતે ભત્રીજાને છાતીમાં ગોળી મારી દીધી. આ દરમિયાન, ભરત ગાયકવાડે પુત્ર અને તેની માતાને ધક્કો માર્યો અને દરવાજો બંધ કરી દીધો. ACP ભરત ગાયકવાડને પણ માથામાં ગોળી વાગી હતી, જેમાં તેનું પણ મોત થયું હતું. પુત્ર સુહાસે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે ત્રણેયને નજીકની જ્યુપિટર હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ થયો હતો કે અન્ય કોઈ બાબત તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, ભરત ગાયકવાડે કથિત રીતે પોતાને પણ માથામાં ગોળી મારી હતી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તપાસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અન્ય બે મૃતકોની ઓળખ ACPની પત્ની મોની ગાયકવાડ (44) અને ભત્રીજા દીપક (35) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp