તળાવના ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની અદભૂત મૂર્તિ મળી, દર્શન માટે લોકો ઉમટ્યા

PC: zeenews.india.com

સીકર જિલ્લાના ખંડેલા વિસ્તારમાં સ્તિત ચારોડાધામના રસોડા તળાવમાં શહેરી રોજગાર યોજના અંતર્ગત ખોદકામનું કાર્ય કરી રહેલા મજૂરોને ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની એક અદભૂત મૂર્તિ મળી છે. આ મૂર્તિના દર્શન કરવા માટે હવે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. મજૂરોને ખોદકામ દરમિયાન કોઇ પ્રતિમાના હોવાની અનુભૂતિ થઇ. ત્યાર બાદ તેમણે ખોદકામમાં અત્યંત સાવધાની રાખી અને માટીની બહાર આ મૂર્તિને કાઢીને મૂર્તિ સાફ કરી અને જોયુ તો તે ભગવાન વિષ્ણુંની મૂર્તિ હતી. જંગલમાં આગ લાગે એ રીતે આ વાતની ખબર આખા વિસ્તારમાં ફેલાઇ ગઇ. ત્યાર બાદ લોકો તેને ભગવાનનું પ્રકટીકરણ અને ચમત્કાર ગણાવી રહ્યા છે.

ભગવાનની મૂર્તિ મળવાની સૂચના નગરપાલિકા અધિકારી મમતા ચૌધરીને મળી તો તેમણે પોતાના સ્ટાફ સાથે રસોડા તળાવ પહોંચીને મૂર્તિને બહાર કઢાવી. ત્યાર બાદ પાણી અને દૂધ મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો. આ પ્રક્રિયા બાદ ભગવાનની મૂર્તિ અને દિવ્ય સ્વરૂપ દેખાવા લાગ્યું. ભગવાનની આ મૂર્તિને દર્શન માટે મહિલા શ્રદ્ધાળુઓની વધારે ભીડ જોવા મળી. આ દરમિયાન નગરપાલિકા પ્રશાસને તળાવમાં ખોદકામ દરમિયાન મૂર્તિની સૂચના ઉચ્ચાધિકારીઓને આપી. ઉચ્ચાધિકારીઓના આદેશ પર આ મૂર્તિઓ નગરપાલિકામાં લઇ જઇને એક રૂમમાં મૂકવામાં આવી.

પુરાતત્વ વિભાગને મૂર્તિ મળવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ ASIની ટીમ આ મૂર્તિ વિશે જાણકારીની વાત ખબર પડી. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે, અધિશાસી અધિકારી મમતા ચૌધરી પોતે આ મૂર્તિની દેખરેખ અને સુરક્ષા પર પોતાની નજર નાખશે.

યૂપીમાં ગોરખપૂરના વિકાસ ખંડ ગોલાના બડહલગંજ પોલીસમથક વિસ્તારમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની 9મી શતાબ્દીની અતિ દુર્લભ મૂર્તિ મળી હતી. મૂર્તિ જોવા માટે આસપાસના ગ્રામિણ લોકોની ભારે ભીડ ઉમટી હતી. આસપાસના ગામના લોકોએ મુર્તિને લાલ કપડાના આસન પર સ્થાપિત કરી અને સવાર સાંજ પૂજન અર્ચન કર્યું. ગ્રામિણો મૂર્તિ મળવાની જગ્યા પર મંદિર બનાવીને મૂર્તિ સ્થાપના કરવાની માગ કરી રહ્યા છે.

જાણકારી અનુસાર, ગોરખપુરના ગોલા ક્ષેત્રના નીબી નિવાસી નેવાસ મૌર્યના આનંદગઢ ઉર્ફે મુકુંદવાર ગામના ટોલા કોડાર ઉર્ફે બઘૌરમાં ડીહની જમીન છે. જ્યાં ખેતી કરવામાં આવે છે. ભટનીપાર નિવાસા જય સિંહ યાદવ તેના થોડા દિવસ પહેલા મજૂરોને લઇને ઉંચા સ્થાનોના ખોદકામ માટે ખેતર સમતળ કરી રહ્યા હતા. ખેતર એક ખૂણામાં બેથી ત્રણ ફૂટના ખોદકામ દરમિયાન મજૂરોની કોદાળ કોઇ નક્કર વસ્તુ સાથે ટકરાઇ, પણ મજૂરોએ તેના પર ધ્યાન ન આપ્યું. પછીથી કોદાળ ચલાવવા પર ફરીથી અવાજ આવ્યો ત્યારે તેમને મૂર્તિ મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp