MPમાં વાયુસેનાના 2 ફાઇટર જેટ ક્રેશ, તો રાજસ્થાનમાં પણ 1 ફાઇટર જેટ ક્રેશ

PC: hindustantimes.com

રાજસ્થાનના ભરતપુર અને મધ્ય પ્રદેશના મૂરેના પાસે વિમાન અકસ્માતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજસ્થાનમાં સેનાના એક નાનું વિમાન અકસ્માતગ્રસ્ત થઇ ગયો છે. તો મધ્ય પ્રદેશમાં એક સુખોઇ-30 અને મિરાઝ 2000 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયા છે. હાલમાં વધુ જાણકારી મળી શકી નથી. શોધ અને બચાવ અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાણ ભરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન પોતાની ટ્રેનિંગ માટે ઉડાણ ભરી રહ્યા હતા.

રાજસ્થાનના ભરપુરથી જાણકારી મળી છે કે, ઈન્ડિયન એરફોર્સનું એક ફાઇટર જેટ ક્રેશ થયું છે. આ અકસ્માત ભરતપુરના ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં થયો છે. અહીં અકસ્માત કોઇ ટેક્નિકલી ખામીના કારણે થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  

રક્ષા મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, ભરતપુરમાં એરફોર્સનો જેટ ક્રેશ થયો છે. સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા ઊડી રહ્યા છે અને પ્લેનના ટુકડા ચારેય તરફ ફેલાયેલા નજરે પડી રહ્યા છે. ઘટનાસ્થળ પર સ્થાનિક લોકોની ભીડ જમા થઇ ગઇ છે. આ મામલે મૂરેનાના કલેક્ટરે કહ્યું કે, અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. અત્યાર સુધી બે પાયલટોને ટ્રેસ કરવામાં આવ્યા છે. બંને વિમાન અલગ-અલગ ક્રેશ થયા કે તેમની વચ્ચે ટક્કર થઇ તેની બાબતે કોઇ જાણકારી આવી રહી નથી.

રિપોર્ટ્સ મુજબ, બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાણ ભરી હતી, જ્યાં એક્સરસાઇઝ ચાલી રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ રક્ષા મંત્રાલય એક્શન મોડમાં છે અને સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેના સાથે જ સ્થાનિક પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહી છે. હાલમાં ઇજાગ્રસ્ત બંને પાયલટોને કાઢી લેવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp