પત્નીની ખુશી માટે 7 કરોડમાં મંદિર બનાવ્યું, લોકોએ પતિને 'આજનો શાહજહાં' બતાવ્યો

શાહજહાંએ તેની પત્ની મુમતાઝ બેગમની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો. જ્યારે, ઓડિશાના એક વ્યક્તિએ તેની પત્નીની ખુશી માટે 7 કરોડનું મંદિર બનાવ્યું. ઓડિશાના જાજપુર જિલ્લામાં બનેલું આ મંદિર તાજમહેલ જેવું ખૂબ જ સુંદર છે. અહીં તમને જણાવી દઈએ કે, મંદિર બનાવનાર વ્યક્તિનું નામ ખેત્રાવાસી લેનકા છે. તે એક બિઝનેસમેન છે. તેમની પત્નીનું નામ બૈજંતી છે, જે સંતોષી માની ભક્ત છે.

આ મંદિરનું નિર્માણ કરનાર ખેત્રાવાસી લેનકાએ આ મંદિરનું નિર્માણ અને તેનાથી સંબંધિત વિવિધ બાબતો શેર કરી હતી. તેણે જણાવ્યું કે તેના લગ્ન 1992માં થયા હતા. તેમની નવવિવાહિત પત્ની સંતોષી માની ભક્ત હતી. લગ્ન પછી અમે વિચાર્યું હતું કે, ગામમાં સંતોષી માનું નાનું મંદિર બનાવીશું. ખેત્રાવાસી લેનકાએ વધુમાં જણાવ્યું હતું કે, આ નાનકડું મંદિર આટલું મોટું બની જશે, તેના વિશે વિચાર્યું પણ નહોતું. તેમણે કહ્યું કે, આ મંદિર બનાવીને તેઓ પણ ખુશ છે, તેમની પત્ની પણ ખુશ છે અને ગામના લોકો પણ ખુશ છે.

બીજી તરફ ખેત્રાવાસી લેનકાની પત્નીનું કહેવું છે કે, મંદિર વિશે જે પણ કહેવામાં આવે તે ઓછું છે. તે કહે છે કે, તેના પતિએ તેના માટે મંદિર બનાવ્યું છે. આ માટે, તે તેના પતિનો હૃદયથી આભાર માનવા માંગે છે. બૈજંતિએ વધુમાં કહ્યું કે, તે દિલથી ઈચ્છે છે કે, માત્ર ગામ જ નહીં પરંતુ દેશના તમામ લોકો આ મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિની પૂજા કરે અને માતાના આશીર્વાદ મેળવે. તે આગળ કહે છે કે, તેના પતિએ આ મંદિર માત્ર તેના માટે જ બનાવ્યું નથી, પરંતુ તમામ ગામવાસીઓ માટે પણ મંદિર બનાવ્યું છે.

બૈજંતી તેના પતિ સાથે હૈદરાબાદમાં રહે છે. તેમની ઈચ્છા હતી કે, ગામમાં સંતોષી માતાનું મંદિર બને. આ પછી તેના પતિએ તેની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો. તેમણે વર્ષ 2008માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. હવે આ મંદિર બનીને તૈયાર છે. આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. બૈજંતી જણાવે છે કે, મંદિર બનાવવા માટે તમામ કારીગરો ચેન્નાઈથી આવ્યા હતા. આ લોકો માટે અહીં રહેવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો કે, બે વર્ષ સુધી મંદિરના નિર્માણ થયા બાદ તેનું કામ અટકાવવું પડ્યું હતું. બૈજંતિના કહેવા પ્રમાણે, કેટલાક કારણોસર મંદિરના નિર્માણમાં અવરોધ આવ્યો હતો. જેના કારણે કારીગરોને પણ અહીંથી જવું પડ્યું હતું. જો કે, તે અવરોધ દૂર થયા પછી, કામ ફરી શરૂ થયું છે અને મંદિરમાં દેવીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનું કામ થવાનું છે. આ સાથે બૈજંતીએ પતિ-પત્નીના સંબંધોને વધુ સારા બનાવવા માટે કેટલીક ટિપ્સ પણ આપી હતી. તેણે કહ્યું કે, તમે કંઈપણ ઈચ્છા રાખશો નહિ. જો તમે માંગશો તો ઇચ્છા ક્યારેય પૂર્ણ થશે નહીં. તેમણે કહ્યું કે, પતિની પરીસ્થિતિ અનુસાર નિર્ણય લેવા જોઈએ.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.