એક ઝોકું આવ્યું અને બે પરિવારો ઉજડી ગયા, અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા

PC: indiatoday.in

લખીમપુર ખીરીના પલિયાકલામાં નિધાસન રોડ પર બુધવારના રોજ બોઝવાના પંચમુખી હનુમાન મંદિર પાસે એક ઝડપથી આવતી ક્રૂઝર ટેક્સી અને ટ્રેક્ટરમાં જોરદાર અથડામણ થઇ હતી. તેમાંથી ટ્રેક્ટરનો એક હિસ્સો પાછળ આવી રહેલી બાઇક સાથે અથડાયો. ઘટનામાં બાઇક પર સવાર ચાર લોકોના મોત થયા છે. બાઇક પર પતિ પત્ની તથા દિકરી સહિત ચાર લોકો સવાર હતા.

ત્રિલોકપુર નિવાસી શમહુદ્દીનના 35 વર્ષના પુત્ર ચાંદ પોતાના જીજા જાબિર, બહેન ખુશનુમા, છ વર્ષની ભાણેજ જન્નત સાથે પલિયા જઇ રહ્યો હતો. ચાંદ દરેકને પલિયા બસ સ્ટેન્ડ પર છોડવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન પલિયા નિઘાસન રોડ પર બોઝવા પાસે ઝડપથી આવતી ટેક્સી અને ટ્રેક્ટરમાં સામ સામે જોરદાર ટક્કર થઇ ગઇ હતી.

ટક્કર એટલી જોરદાર થઇ હતી કે ધમાકા સાથે ટ્રેક્ટરના બે ટુકડા થઇ ગયા હતા અને એક હિસ્સો પાછળ આવી રહેલી ચાંદની બાઇક સાથે અથડાયો. ટક્કર લાગતાની સાથે જ બાઇક સવાર ચારે લોકો ઉછળીને સડક પર પડી ગયા અને મોકા પર જ ચારેના મોત થઇ ગયા. ટેક્સી અને ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળ પરથી ભાગી ગયા. બીજી બાજુ ઘટના બાદ બાઇક પણ સળગી ઉઠી. પોલીસે મૃતદેહોને એકત્ર કરીને એમ્બ્યુલન્સની મદદથી પલિયા મોકલાવ્યા.

ઘટના બાદ સડક પર ટ્રાફિક થઇ ગયું. પોલિસે વાહનોને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક ખોલ્યું. સીએચસીમાં પણ પરિજનો સહિત અન્ય લોકોની ભીડ હતી અને બુમા બુમ ચાલી રહી હતી. મોકા પર તહસીલદાર આશીષ કુમાર સિંહ તથા અધીક્ષક ડો. ભરત સિંહ પણ હાજર હતા. બન્ને વાહનોના ચાલકોના ભાગી ગયા બાદ પોલીસે વાહનોનો કબજો લીધો.

ટેક્સી ચાલકને ઝોકું આવ્યું અને બે પરિવારો ઉજળી ગયા. ઝોકું આવ્યા બાદ ચાલકની આંખ ખુલી, ત્યાર સુધીમાં પરિસ્થિતિ ભયાવહ બની ગઇ હતી. સડક પર ચાર લાશ પડી હતી. પલિયા નિધાસન રોડ પર પંચમુખી હનુમાન મંદિર પાસે એક ઘટના બાદ જ્યાં બન્ને પરિવારોમાં માતમ છવાયો છે, જ્યારે ટેક્સી અને ટ્રેક્ટર ડ્રાઇવર ફરાર છે.

પોલિસ અનુસાર, ટેક્સી ચાલક હિમાચલ પ્રદેશથી નેપાળી નાગરિકોને લઇને રૂપઇડીહા જઇ રહ્યો હતો. હનુમાન મંદિર પાસે ચાલકને ઉંઘ આવી ગઇ. જેવી ઝપકી લાગી, પળમાં ટેક્સી સામેથી આવી રહેલા ટ્રેક્ટર સાથે અથડાઇ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે જોરદાર ધમાકા સાથે ટ્રેક્ટરના બે ટુકડા થઇ ગયા.

એક હિસ્સો પાછળ આવી રહેલી બાઇક સાથે અથડાયો હતો, તેનાથી બાઇક સવાર ચાલ લોકોના જીવ ગયા છે. જ્યારે, ટેક્સી ચાલક તથઆ તેની સવારીઓ ઘટના બાદ ગાયબ છે. જ્યારે, બાઇક સવાર બે પરિવારોના ચાર લોકોના જીવ ગયા છે. ચર્ચા પણ છે કે, જો બાઇક પર ચાર સવારીઓ ન હોત તો મોતનો આંકડો ઓછો થઇ શકતો હતો.

ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ટુકડા થઇ ગયેલા ટ્રેક્ટરના એક હિસ્સાથી છ વર્ષિય માસૂમ બાળકીનો એક પગ પણ કપાઇ ગયો હતો. પોલીસે અંગ સહિત મૃતદેહને હોસ્પિટલ પહોંચાડ્યો. નવેમ્બર મહિનામાં મૃતક ચાંદના લગ્ન થવાના હતા. જેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી હતી. લગ્ન માટે દરેક જરૂરી ખરીદી પણ ચાલુ થવાની હતી પણ ચાંદના મૃત્યુથી પરિવારાં માતમ છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp