નાગ-નાગિનની અનોખી કહાની, શવની ફિલ્મી સ્ટાઇલમાં દઇ રહ્યો છે પહેરો

PC: aajtak.in

તમે નાગ-નાગિનના ફિલ્મોમાં ઘણા કિસ્સા અને કહાનીઓ જોઇ અને સાંભળી હશે કે નાગિન કઇ રીતે નાગના મોતનો બદલો લે છે અથવા નાગિન પોતાના નાગથી વિખૂટા પડી જવા પર તેને મળવા માટે કેટલો પરિશ્રમ કરે છે, એ તમે માત્ર આજ સધી ફિલ્મી દુનિયામાં જોયું હશે, પરંતુ આજે અમે આ આર્ટિકલમાં ફિલ્મી નહીં, પરંતુ હકીકતમાં બનેલા એક કિસ્સા વિશે બતાવવા જઇ રહ્યા છીએ, જેને તમે જાણીને વિશ્વાસ નહીં કરો. આ નાગ-નાગિનની એક અનોખી પ્રેમ કહાનીનો કરૂણ અંત છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના બિલ્સી પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા ડલ્લૂની છે. અહીં એક નાગ અને નાગિનનું જોડું મોટા ભાગે નજરે પડતું હતું. ગત રાત્રે એજ નોળિયાએ નાગિનને મારી નાખી, ત્યારથી તેનો નાગ તેના શબ પાસે ફેણ ફેલાવીને પહેરો આપી રહ્યો છે. આ નજારો જોઇને આસપાસના લોકોની ભીડ જમા થઇ ગઇ અને કેટલાક લોકોએ આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો. ગામના લોકોનું કહેવું છે કે, દેવ સ્થાન પર આ જોડુ મોટા ભાગે જોવા મળતું હતું.

મોડી રાત્રે નોળિયા અને નાગિન વચ્ચે લડાઇ થઇ, જેમાં નાગિનનું મોત થઇ ગયું. ત્યારથી નાગ પહેરો દઇ રહ્યો છે. નાગ અને નાગિનનો પ્રેમ જોઇને ઘણા લોકો વખાણ કરી રહ્યા છે. હાલમાં નાગનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે અને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બિલ્સી તાલુકાના નગલા ડલ્લૂમાં રામ દાસ બ્રજલાલ મેમો ઇન્ટર કૉલેજ નજીક બનેલી સમાધિ નજીકની છે. ગ્રામજનોનું કહેવું છે કે અહી વર્ષોથી એક નાગ અને નાગિનનું જોડું રહેતું હતું, જે આવતા જતા મોટા ભાગે વટેમાર્ગુઓને નજરે પડતું હતું, પરંતુ આ જ સુધી આ તેણે કોઇને નુકસાન પહોંચાડ્યું નથી.

પરંતુ બે દિવસથી આ જોડા પાછળ એક નોળિયો પડી ગયો હતો, જે સતત નાગ પર હુમલો કરી રહ્યો હતો. નાગને એકલો જોતો તો નોળિયો નાગ પર હાવી થઇ જતો હતો, પરંતુ નાગિન નાગની રક્ષક બનીને નોળિયાનો જોરદાર સામનો કરતી હતી અને નાગને એ નોળિયાની પકડમાંથી બચાવી લેતી હતી, આ સિલસિલો સતત 2 દિવસ સુધી ચાલતો રહ્યો, પરંતુ મંગળવારની સાંજે નાગિન પર એવી મુશ્કેલી આવી કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું. નાગિન જેવી જ પોતાના દરમાંથી નીકળી તો રાહ જોતા નોળિયાએ હુમલો કરી દીધો અને પાસે બનેલા એક સ્થળ પર લઇ ગયો અને ત્યાં નાગિનને મારી નાખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp