17 લાખની નવી કાર ગધેડાથી ખેંચાવી, કારણ જાણી તમે કહેશો બરાબર કર્યું, Video
વધતી મોઘવારીને જોતા એટલી તો ખબર પડી જાય છે કે, દરેક સામાન્ય વ્યક્તિ ગાડી ન લઇ શકે. વર્ષો સુધી એક એક રૂપિયો ભેગો કરીને ગાડી ખરીદવું સંભવ છે અને ત્યાર પછી જો ગાડી બરાબર ન ચાલે તો ગુસ્સો આવવો એ સ્વાભાવિક વાત છે. પારો ત્યારે ચડે છે કે જ્યારે કંપની કારની ખરીદી પછી બરાબર સર્વિસ પણ નથી આપતી. ઉદયપુરના સુંદરવાસ વિસ્તારના રાજ કુમાર ગાયરીની સાથે કંઇક એવું જ થયું છે.
રાજ કુમારના અંકલ શંકરલાલે 17.50 લાખ રૂપિયા ચૂકવીને માદરી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઉદયપુરના એક શોરૂમમાંથી કાર ખરીદી. કારમાં વારે વારે ટેક્નિકલ ગરબડ થઇ રહી હતી. વારે વારે સર્વિસ સેન્ટરને આ વાતની સૂચના આપવામાં આવી હતી. ડીલરને પણ સમસ્યાનું સમાધાન કાઢવા માટે કહેવાયું. પણ ક્યાંયથી સમાધાન ન મળ્યું. ગુસ્સામાં આવીને પરિવારે ગધેડાથી કાર ખેંચાવીને શોરૂમ લઇ જવાનો નિર્ણય કર્યો છે. વિરોધની આ અનોખી રીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ કુમારે કહ્યું કે, પાછલા બે દિવસમાં ફેમેલી ફંકશન દરમિયાન કારને વારે વારે ધક્કો મારવો પડી રહ્યો હતો. સર્વિસ સેન્ટર વાળાએ કહ્યું કે, રનડાઉન બેટરીના કારણે આ પ્રોબ્લેમ આવી રહ્યા છે. તેમણે થોડા અંતર સુધી ડ્રાઇવ કરવાની સલાહ આપી. બધુ કરી લીધું પણ કાર બરાબર નહોતી ચાલી રહી. આટલું બધું સહન કર્યા પછી અમે કારને ફરીથી શોરૂમમાં લઇ જવાનો નિર્ણય લીધો. કાર હાલ શોરૂમમાં જ છે અને ખરીદદારોએ તેને રિપ્લેસ કરવાની માગ કરી છે. શોરૂમ વાળાઓએ સફાઇ આપતા કહ્યું કે, તેઓ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે.
Never mess with #indians#Udaipur: 18 lakh car broke down, the owner dragged it with donkeys and sent it back to the showroom,
— Siraj Noorani (@sirajnoorani) April 26, 2023
Angry car owner called the showroom but they didn't help. So, he used donkeys to pull his car. Watch why he did that.#hyundai #donkeypullcar #creta pic.twitter.com/OZMsMoFXyd
એપ્રિલ, 2022માં મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. બીડ જિલ્લાના સચિન ગિટ્ટે પોતાના ઓલા સ્કૂટરથી પરેશાન થઇ ગયા હતા. સચિને સપ્ટેમ્બર, 2021માં 20000 રૂપિયા આપીને સ્કૂટર બુક કરાવ્યું અને જાન્યુઆરી, 2022માં 65000 રૂપિયાની અંતિમ ચૂકવણી કરીને સ્કૂટર ખરીદ્યું હતું. 6 દિવસમાં જ સ્કૂટર બંધ થઇ ગયું. સચિને સ્કૂટરને ગધેડાથી બંધાવ્યું અને શહેરમાં ફેરવ્યું. ગધેડા પર બેનર પણ લગાવ્યું હતું જેમાં ઓલા કંપનીના સ્કૂટર ન ખરીદવાની સલાહ આપવામાં આવી હતી.
Never mess with #indians#Udaipur: 18 lakh car broke down, the owner dragged it with donkeys and sent it back to the showroom,
— Siraj Noorani (@sirajnoorani) April 26, 2023
Angry car owner called the showroom but they didn't help. So, he used donkeys to pull his car. Watch why he did that.#hyundai #donkeypullcar #creta pic.twitter.com/OZMsMoFXyd
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp