રસ્તા વચ્ચે પલટી ગયો બીયર ભરેલો ટ્રક, લોકો એટલા ભેગા થઇ ગયા કે હાઇવે જામ

PC: livehindustan.com

દારૂના શોખીનોને ફ્રીનો દારૂ મળવાથી મોટી ગિફ્ટ બીજી શું હોય શકે છે. એવું જ થયું આંધ્ર પ્રદેશમાં. બીયર ભરેલો એક ટ્રક પલટી ગયો. મંગળવારે આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લમાં બીયર ભરેલા લગભગ 200 બોક્સ લઈ જઈ રહેલો ટ્રક પલટી ગયો. ઘટના બાદ લોકો દુર્ઘટના સ્થળ તરફ દોડ્યા અને રોડ પર પડેલી બીયરની બોટલો ઉઠાવીને લઈ જતા નજરે પડ્યા. સમાચાર એજન્સી PTI દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયોમાં લોકો બીયરની ઘણી બોટલો ઉઠાવતા અને ફટાફટ ભાગતા જોઈ શકાય છે.

બીયર લૂંટવાને લઈને એટલો હોબાળો થઈ ગયો કે હાઇવે પર થોડા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના નેશનલ હાઇવે પર અનાકાપલ્લી અને બય્યાવરમ વચ્ચે સોમવારે સાંજે થઈ હતી. બીયરની બોટલોની 200 પેટી ભરેલો ટ્રક જેવો જ પલટી ગયો, તેવા જ લોકો લૂંટવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે લોકો ટ્રક ચાલક અને ક્લિનરની મદદ કરવાની જગ્યાએ ટ્રકમાં ભરેલી બીયરની બોટલોને લૂંટવા માટે દોડી પડ્યા.

તો ઉત્તર પ્રદેશમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. કાનપુરના ચોબેપુરના પિપરી વળાંક પાસે એક બીયર ભરેલો ટ્રક પલટી ગયો. ટ્રકભાં ભરેલા બીયરના બોક્સ રસ્તા પર ફેલાઈ ગયા. ઘટનાની જાણકારી મળતા જ લોકો અને રસ્તે ચાલતા લોકો વચ્ચે બીયર લૂંટવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. ટ્રકમાં ફસેલા ડ્રાઈવર અને કંડક્ટરને કોઈએ બહાર ન કાઢ્યા. જાણકારી મળતા જ ચોબેપુર પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી ત્યારે લૂંટ રોકી. ત્યારબાદ લૂંટ રોકવા માટે ટ્રક પાસે 4 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા. તેની સાથે ટ્રકના માલીકને અકસ્માતની જાણકારી આપવા આવી છે.

ચોબેપુર પોલીસ સ્ટેશનના પ્રભારી જગદીશ પાંડેએ જણાવ્યું કે, મંગળવારે સાંજે એક બીયર ભરેલો ટ્રક અલીગઢથી ઉન્નાવ જઈ રહ્યો હતો. ચોબેપુર પિપરી વળાંક પાસે હાઇવેનું કામ ચાલી રહ્યું છે. ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગયો. બીયર ભરેલા ટ્રક પલટી જવાની જાણકારી મળતા જ ગામના લોકો અને રસ્તે જતા લોકો તૂટી પડ્યા. બીયરની કેન લૂંટવાની હોડ મચી ગઈ. મોડી સાંજે બીજો ટ્રક પહોંચ્યો અને માલ તેમાં શિફ્ટ કરવામાં ન આવતો તો રાત્રે ગ્રામજનો બીયર લૂંટી લઈ જતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp