'ગુડ ટચ અને બેડ ટચ'નો અર્થ સમજાવતા ટીચરનો વીડિયો થયો વાયરલ, લોકોએ કર્યા વખાણ

ભલે આજે આપણો સમાજ ઘણા ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે માણસની ગુનાહિત ભાવનાઓ પણ વધી રહી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પહેલા સમાજની વસ્તુઓને નિશાન બનાવતા હતા, પરંતુ હવે તેઓ નબળા અને માસુમ ભૂલકાઓ અને નાના બાળકોને નિશાન બનાવે છે. પોતાની જાતીય ઈચ્છાઓ પૂરી કરવા માટે તેઓ નિર્દોષોને પોતાનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં નાના બાળકોને પણ આ અંગે જાગૃત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેનો તફાવત શું છે તે ખબર હોવી જોઈએ. જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે પોતાની જાતને બચાવી શકે અને સમજી શકે કે તેની સાથે કંઈક ખોટું છે. ઘણી શાળાઓ અને સંસ્થાઓએ આ દિશામાં પહેલ પણ કરી છે. આ જ પ્રકરણમાં, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને 'ગુડ ટચ અને બેડ ટચ' વિશે કહેતા જોવા મળે છે.
વાયરલ વિડિયોમાં, એક મહિલા શિક્ષક પ્રેમાળ સ્પર્શ (જેમ કે માથા પર હાથ ફેરવવો અથવા આલિંગન આપવું ) અને હાનિકારક સ્પર્શ (જે શારીરિક અથવા ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડે છે) વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ પ્રકારની જાણકારી, બાળકોને જ્યારે અયોગ્ય સ્પર્શનો અનુભવ થાય ત્યારે તરત જ બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. વીડિયોમાં, વિદ્યાર્થીઓને 'ગુડ ટચ' અને 'બેડ ટચ'ના મહત્વના ખ્યાલ વિશે શિક્ષિત કરવા બદલ લોકો શિક્ષકની પ્રશંસા કરી રહ્યા છે.
જ્યારે શિક્ષક પોતે છોકરીની છાતી અને જાંઘ પર હાથ મૂકે છે, ત્યારે છોકરી તરત જ તેનો હાથ દૂર કરી દે છે અને કહે છે કે, તે ખરાબ સ્પર્શ છે. તેના પર ટીચર કહી રહી છે કે, તે માત્ર પ્રેમથી હાથ ફેરવે છે અને લાડ કરાવે છે, પરંતુ ધક્કો મારીને છોકરીઓ કહે છે કે ના, આ ખોટું છે. આ પછી શિક્ષક છોકરીઓના વખાણ કરે છે અને તાળીઓ પાડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
This teacher deserves to get famous 👏
— Roshan Rai (@RoshanKrRaii) August 8, 2023
This should be replicated in all schools across India.
Share it as much as you can. pic.twitter.com/n5dx90aQm0
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરતા @RoshanKrRaii નામના યુઝરે કેપ્શનમાં લખ્યું, 'આ શિક્ષક પ્રખ્યાત થવાને લાયક છે, ભારતભરની તમામ શાળાઓમાં આનું પુનરાવર્તન થવું જોઈએ. આ વિડિયો બને તેટલો શેર કરો.' જ્યારે, વીડિયોને અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે જ આ વીડિયોને 31 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp