એક કુંવારી છોકરી, પરિણીત યુવતીના પ્રેમમાં પડી..., વાંચો એક અનોખી પ્રેમ કહાની

હરદોઈમાં બે સમુદાયની યુવતીઓ વચ્ચે અનહદ પ્રેમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી 20 વર્ષીય કુંવારી છોકરી અને બીજી પરણિત છોકરી સોમવારે તેમના ઘરેથી જાણ કર્યા વિના ભાગી ગઈ હતી. પોલીસે જ્યારે તેમને પકડી ત્યારે તેમની પાસેથી હાથથી લખેલો એક પત્ર મળી આવ્યો છે, જેમાં તેઓએ એકબીજા સાથે જીવવાની અને તેમના પ્રેમની આખી વાત લખી છે. બંને યુવતીઓ લગ્ન કરીને સાથે રહેવા માટેની જીદ પર અડી છે.

UPના હરદોઈમાં બે સમુદાયની યુવતીઓ વચ્ચેના પ્રેમની 'અજબ પ્રેમની ગજબ કહાની' સામે આવી છે. અહીં બે યુવતીઓ એકબીજાના પ્રેમમાં પાગલ થઈને ઘરેથી ભાગી ગઈ હતી, જેમાં એક કુંવારી છે અને બીજી પરિણીત છે. ચાર દિવસ પહેલા ગુમ થયેલી યુવતીઓ ઘરે પરત ન ફરતાં તેમના સંબંધીઓએ પોલીસને જાણ કરી, જ્યારે પોલીસે બંનેને પકડી લીધા ત્યારે તેઓએ કહ્યું, 'અમારા લગ્ન કરાવી આપો..' પોલીસને બંનેએ તેમના હાથેથી લખેલી ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેઓએ એકબીજા સાથે જીવવાની અને તેમના પ્રેમની આખી વાર્તા લખી છે. બંને યુવતીઓ લગ્ન કરીને સાથે રહેવા માટે મક્કમ છે.

બે સમુદાયની યુવતીઓ વચ્ચેના અનહદ પ્રેમનો આ ચોંકાવનારો કિસ્સો જિલ્લાના બેહટા પોલીસ સ્ટેશનના ગોકુલ વિસ્તારનો છે. વાસ્તવમાં, સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી અલગ-અલગ સમુદાયની 20 વર્ષની એક કુંવારી અને એક પરણિત યુવતીઓ સોમવારે કોઈને જાણ કાર્ય વિના તેમના ઘરેથી ભાગી ગઈ હતી. પરિણીત યુવતી તેના ઘરેથી દાગીના સાથે લઈ ગઈ હતી. હકીકતમાં, તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તે ઘરેણાં લઈને ગઈ હતી. પરંતુ પોલીસે તેમને પકડીને તેમના પરિવારજનોને સોંપ્યા હતા.

જે બાદ પોલીસે બંને યુવતીઓના ફોન સર્વેલન્સ પર મૂક્યા, યુવતીઓનું લોકેશન ફર્રુખાબાદમાં મળી આવ્યું, ત્યારબાદ પોલીસે ફરુખાબાદ બોર્ડર પરથી બંનેને એક જ ડ્રેસમાં મળી આવી. પોલીસે બંને યુવતીઓના હાથે લખેલો 5 પાનાનો પત્ર પણ કબજે કર્યો હતો, જે વાંચીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પત્રમાં બંનેએ લખ્યું છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. બંને સાથે જીવન જીવવા માંગે છે અને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને છોકરીઓ સાથે ભણતી હતી અને તેમના ઘર થોડા અંતરે છે, તેઓ દરરોજ એકબીજાના ઘરે જતી હતી. પરિણીત યુવતીના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા. હાલમાં બંને યુવતીઓ લગ્ન કરીને એકબીજા સાથે રહેવા માટે મક્કમ છે.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.