કામવાળીનું પરાક્રમ જોઇને માલિક અને પોલીસ પણ ચોંકી ઉઠી WhatsApp DPથી રહસ્ય ખૂલ્યુ

PC: inkhabar.com

મધ્ય પ્રદેશના ભોપાલથી એક ચોંકાવનાકો કિસ્સો સામે આવ્યો છે. એક WhatsApp DPથી લાખો રૂપિયાની ચોરીનો રાઝ ખુલાસો થયો છે. જ્યારે પોલીસને આ શાતિર મહિલાની કરતૂતો વિશે ખબર પડી તો પગ નીચેથી જમીન સરકી ગઇ. આરોપી મહિલા એટલી ચાલાક હતી કે તેણે 50 લાખ રૂપિયાના ઘરેણાં ચોરી લીધા હતા અને માલિકને આ વાતની બિલકુલ ખબર નહોતી. એટલું જ નહી ચોરી કર્યા પછી પણ તે ઘરમાં આરામથી કામ કરતી હતી. આ મહિલાએ ઘરેણાં ઉપરાંત 5 લાખ રૂપિયા પણ ચોરી કરી લીધા હતા. પરંતુ તેની એક ભૂલને કારણે તેની પોલ ખુલી ગઇ હતી.

 આ ઘટના ભોપાલના ટીટી નગર વિસ્તારની છે. LBS હોસ્પિટલના માલિક ભૂપેન્દ્ર શ્રીવાસ્તવે પોતાના ઘરમાંથી ઘરેણાં અને 5 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ખબર પડી કે ચોરી કરનાર બીજું કોઇ નહી, પરંતુ ઘરની કામવાળી જ હતી. પોલીસે કામવાળીની ધરપકડ કરી લીધી છે અને 50 લાખ રૂપિયાના ઘરેણાં અને 5 લાખ રોકડા જપ્ત કરી લીધા છે.

પોલીસની પુછપરછમાં કામવાળીએ કબુલાત કરી લીધી હતી કે જ્યારે ડોકટર દંપતિ જ્યારે બહાર રહેતા ત્યારે તે ઝવેરાતની ચોરી કરી લેતી હતી અને કોઇ પ્રસંગમાં જવાનું થતું ત્યારે ડોકટરની પત્નીના ઘરેણાં પહેરીને જતી હતી. પોલીસે જ્યારે કામવાળીના ઘરે તપાસ કરી તો તેનું ઘર જોઇને પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી. મહિને 8 હજાર રૂપિયાનો પગાર મેળવતી કામવાળી બે માળના મકાનમાં પતિ અને બાળકો સાથે રહેતી અને તેના ઘરમાં AC  સહિતની બધી સુવિધા હતી. તેના ઘરમાં ફર્નિચર પણ હતું.

ડોકટરે પોલીસને કહ્યું કે અમારા ઘરમાં ધીમે ઘીમે ઘરેણાંની ચોરી થઇ રહી હતી, અમને કામવાળી પર શંકા જતા તેને 20 દિવસ પહેલાં ઘરમાંથી કાઢી મુકી હતી. ડોકટરે કહ્યુ કે, મારી પત્ની પાસે કામવાળીનો વ્હોટસએપ નંબર હતો, એક દિવસ તેનું DP ચેક કર્યુ તો કામવાળીના કાનનું ઝુમખું જોઇને પત્ની ચોંકી ઉઠી હતી. તરત તપાસ કરી તો ઝુમખું ગાયબ હતું. એટલે કામવાળી પર શક વધારે મજબુત બન્યો હતો.

ડોક્ટરના રિપોર્ટ બાદ પોલીસે નોકરાણીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી.તેણે ડોક્ટરના ઘરે ચોરીની વાત સ્વીકારી. પોલીસે આરોપી મહિલા પાસેથી 50 લાખ જપ્ત કર્યા છે, જેમાં બ્રેસલેટ, ટોપ, નેકલેસ, જડાઉ સેટ અને સોનાની બંગડીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 5 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp