બાંગ્લાદેશથી બાળક સાથે ભારત આવેલી મહિલાનો આરોપ પતિએ 3 વર્ષ પહેલા લગ્ન કરેલા...
પાકિસ્તાનથી 4 બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા પછી હવે બાંગ્લાદેશથી 1 વર્ષના બાળકને લઇને ભારતમાં આવેલી મહિલા ચર્ચામાં છે. તેનો આરોપ છે કે 3 વર્ષ પહેલાં સૌરભ નામના વ્યકિત સાથે લગ્ન કરેલા અને તેણે હિંદુમાંથી મુસ્લિમ ધર્મ પણ અપનાવેલો. જ્યારે સૌરભનું કહેવું છે કે મારી પાસે જબરદસ્તીથી સાઇન કરાવી લેવામાં આવી હતી અને બાંગ્લાદેશમાં કેસ ચાલે છે.
બાંગ્લાદેશથી પતિ માટે ભારત આવેલી સાનિયા અખ્તર મામલે નોઇડા પોલીસ એક્ટિવ થઇ ગઇ છે. સાનિયા છેલ્લાં એક સપ્તાહથી પોલીસના સંપર્કમાં છે. આ કેસની તપાસ મહિલા પોલીસ કરી રહી છે. પોલીસ સાનિયા જેને પતિ તરીકે બતાવી રહી છે તેવા સૌરભ કાંત તિવારીની પણ પુછપરછ કરી રહી છે. સાનિયાએ સૌરભ સાથે સંબંધોને લઇને પોલીસને અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપ્યા છે. જેની પર સૌરભે પણ પ્રતિક્રિયા આપી છે.
બાંગ્લદેશની રહેવાસી 29 વર્ષની સાનિયા અખ્તર પોતાના 1 વર્ષના બાળકને લઇને ભારત આવી છે. તેનું કહેવું છે કે 47 વર્ષના સૌરભ કાંત તિવારી બાંગ્લાદેશ નોકરી માટે આવ્યા હતા ત્યારે તેણીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. સૌરભે હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપવનાવ્યો હતો અને તેના પુરાવા પણ સાનિયાએ પોલીસને આપ્યા છે.
સૌરભ તિવારીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું છે કે નિકાહનામા અને ધર્મપરિવર્તના દસ્તાવેજો પર સાનિયાના પરિવારે જબરદસ્તીથી સાઇન કરાવી હતી.સૌરભે તિવારીએ કહ્યુ કે, મેં સાનિયાથી તલાક લેવા માટે બાંગ્લાદેશની કોર્ટમાં અરજી કરેલી છે. આમ છતા સાનિયા નોઇડામાં આવીને પરેશાન કરી રહી છે. એક સપ્તાહમાં પોલીસે અનેકવાર મારી પુછપરછ કરી છે.
સૌરભે કહ્યું છે કે તેનો કેસ બાંગ્લાદેશની કોર્ટમાં ચાલી રહ્યો છે. તેણે ભારતમાં કોઈ ગુનો કર્યો નથી. તેમ છતાં પોલીસ કહી રહી છે કે સાનિયાના રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. સૌરભે સ્પષ્ટ કહ્યું છે કે તે બાંગ્લાદેશની કોર્ટનો નિર્ણય સ્વીકારશે. જો કોર્ટ બાળક માટેનો ખર્ચ ચૂકવવાનું કહેશે તો તે ખર્ચ પણ ચૂકવશે.
બીજી તરફ બાંગ્લાદેશી સાનિયાના વકીલનું કહેવું છે કે મહિલાના બાળકની તબિયત ખરાબ છે. સૌરભે બાંગ્લાદેશમાં સાનિયાને ખોટું કહીને લગ્ન કર્યા હતા કે તેની પહેલી પત્નીનું મોત થયું છે.વકીલે સાનિયા અને સૌરભની અનેક તસ્વીરો પોલીસને સોંપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp