ડિલિવરી બોયના પ્રેમમાં પડી મહિલા, ઘરેથી ભાગીને કર્યા લગ્ન, હવે યુવકે કર્યો ઇનકાર

PC: amarujala.com

શું પ્રેમ ખરેખર આંધળો છે કે પછી તે માત્ર એક કહેવત છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન ખાતે હાથ ધરાયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, પ્રેમમાં પડવાથી મગજની તે ગતિવિધિઓ પર અંકુશ આવે છે, જે કોઈને ટીકાની નજરથી જુએ છે. તે વ્યક્તિની નજીક હોવા પર, મન તેના પાત્ર અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે નક્કી કરવાનું શરૂ કરે છે. મતલબ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે પ્રેમ આંધળો હોય છે. મુઝફ્ફરપુરની આ ઘટનાએ તેને વધુ મજબૂત કરી.

બિહારના મુઝફ્ફરપુરમાં એક ઓનલાઈન કંપનીનો સામાન પહોંચાડનાર યુવક સાથે એક પરિણીત યુવતી પ્રેમમાં પડી ગઈ હતી. તે તેના પ્રેમમાં તેના પતિને ભૂલી ગઈ. ત્યારબાદ બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા દિવસો બાદ યુવકે યુવતીને નકારી કાઢી હતી. હવે તે તેને સાથે રાખવાનો ઇનકાર કરી રહ્યો છે. આ મામલો બોચહાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામનો છે. જ્યાં પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલાની ફરિયાદ કરી.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તે પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા વૈશાલી જિલ્લામાં થયા હતા. પરંતુ તે મોટાભાગે તેના પિયરના ઘરે જ રહેતી હતી. તે ઓનલાઈન સામાનની ખરીદી કરતી હતી. જે છોકરો ડિલિવરી કરવા આવતો હતો તે શરફુદ્દીનપુરનો રહેવાસી હતો. ઘણી વખત ડિલિવરી કરવા આવ્યા બાદ તેણે તેનો મોબાઈલ નંબર લઇ લીધો અને તેની સાથે વાત કરવા લાગ્યો. વાત કરતા કરતા પહેલા બંને મિત્રો બન્યા, પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આ પછી આરોપી યશ ચૌધરી (ડિલિવરી બોય) તેને ભગાડીને લઈ ગયો અને ઘણા દિવસો સુધી તેની એક બહેનના ઘરે મને રાખી હતી. યુવતીએ ઘણું દબાણ કર્યા પછી તે આરોપી યુવક 26 જાન્યુઆરીએ તેને સ્થાનિક ચામુંડા મંદિર લઈ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા. આ પછી તેણે તેને તેના ઘર પાસે જ સલહામાં ભાડાના મકાનમાં રાખીને તેની સાથે રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન 8મી માર્ચના રોજ તે થોડીવારમાં આવું છું, તેમ કહી ઘરેથી નીકળી ગયો હતો. ત્યારથી તે પાછો ફર્યો નથી. મોબાઈલ પર કોલ કરતા તેણે જણાવ્યું કે, તે તેના કોઈ સંબંધીના ઘરે છે અને તે લોકો તેને ક્યાંય જવા નથી દેતા. પીડિતાએ વધુમાં જણાવ્યું કે, હવે મકાનમાલિક પણ તેને ઘર ખાલી કરવા માટે કહી રહ્યો છે. તેણે ક્યાં જવું જોઈએ, તેણે શું કરવું જોઈએ? કશું સમજી શકતી નથી.

આ મામલે પોલીસ સ્ટેશન પ્રમુખ અરવિંદ પ્રસાદે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદની તપાસ કરવામાં આવી છે. તેના પતિનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આરોપી યુવકના સંબંધીઓને તેને સામે લાવવા માટે કહેવામાં આવ્યું છે. બંનેની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp