હૈદરાબાદની એક મહિલા શિકાગો માસ્ટર ડિગ્રી કરવા ગઇ હતી, હાલ ભૂખથી બેહાલ

PC: oneindia.com

ડેટા સાયન્સમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરવા માટે અમેરિકા ગયેલી હૈદરાબાદની એક મહિલા કથિત રૂપે તેનો સામાન ચોરી થઇ ગયા બાદ ભુખમરીની હાલતમાં શિકાગોની સડકો પર ફરતી જોવા મળી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં મહિલાની માતા સૈયદા વહાજ ફાતિમાએ તેમની દિકરીને ફરીથી ભારત લાવવા માટે મદદ માગી છે.

માતાએ લખેલા પત્રને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા ખલીકુર રહેમાને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રહેમાને ટ્વીટર પર પોસ્ટને કેપ્શન આપતા લખ્યું છે કે, હૈદરાબાદની સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી ડેટ્રોઇટની ટ્રાઇન યુનિવર્સિટીમાં એમએસ કરવા માટે ગઇ હતી, તે શિકાગોમાં એકદમ ખરાબ હાલતમાં જોવા મળી છે. તેની માતાએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે તેમની દિકરીને પાછી ભારત લાવવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, તાત્કાલિક મદદ મળશે તો સારુ રહેશે.

પોસ્ટમાં એ મહિલાનો વીડિયો પણ હતો જેમાં પોતાનું નામ મિન્હાજ ઝૈદી કહ્યું. મહિલાને પહેલા પોતાનું નામ યાદ રાખવામાં પરેશાની થતી હોય એવું લાગતું હતું. જોકે, બાદમાં તેને પોતાનું નામ યાદ આવી ગયું. તે ઉદાસ અને કુપોષિત પણ નજરે પડી રહી હતી. વીડિયો બનાવનારો વ્યક્તિ મહિલાને કંઇક ખાવા માટે કહી રહ્યો હોય એવું સંભળાઇ રહ્યું છે.

મહિલાની માતા દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે, તેલંગણાના મૌલા અલીની રહેવાસી મારી દિકરી સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી ઓગસ્ટ 2021 દરમિયાન અમેરિકાના ડેટ્રોઇટની ટ્રાઇન યુનિવર્સિટીમાં ડેટા સાયન્સમાં સ્નાતકોત્તરના ભણતર માટે ગઇ હતી અને તે અમારા સંપર્કમાં પણ હતી. ગયા બે મહિનાથી તે અમારા સંપર્કમાં ન હતી અને હાલમાં જ અમને હૈદરાબાદના બે યુવકો દ્વારા ખબર પડી કે મારી દિકરી તકલીફમાં છે અ કોઇએ તેનો સામાન ચોરી લીધો છે, જેથી તે ભૂખી રહેવા લાગી છે. મારી દિકરીને અમેરિકાના શિકાગોની સડકો પર જોવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp