રૂ.200 પરત લેવા મહિલાએ ગુમાવ્યા 6 લાખ, ઠગ ઘુસ્યો ફોનમાં, વાત વાતમાં પૈસા...

PC: indianexpress.com

મુંબઈમાં, Paytm કસ્ટમર કેર એજન્ટ તરીકે પોતાની ઓળખ આપીને એક ઠગ દ્વારા 32 વર્ષીય મહિલાને 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તેણે મહિલાને એક લિંક મોકલી તેના ફોનમાં એન્ટ્રી કરી અને પછી તેના ખાતામાંથી 6 લાખ રૂપિયા ઉપાડી લીધા. મહિલાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી છે.

મુંબઈના અંધેરી વિસ્તારમાં ઠગે એક મહિલાના ખાતામાંથી 6 લાખ રૂપિયાથી વધુ ઉપાડી લીધા છે. મહિલાએ ઇન્ટરનેટ પર મળેલા 'કસ્ટમર કેર નંબર' પર સંપર્ક કરવાને કારણે આ બન્યું. મહિલા તેના UPI E-વોલેટમાં રૂ. 200નું બાકી બેલેન્સ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેને એવી ખબર ન હતી કે તેની આ સમસ્યાનું સમાધાન શોધવા માટે તે ઇન્ટરનેટ પર જઈને તેની પરેશાનીમાં વધારો કરશે.

પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય ફરિયાદી એક ટ્રાવેલ એજન્સીમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. તેણે પોતાના ઈ-વોલેટમાં એક ક્લાયન્ટ પાસેથી 200 રૂપિયા લેવાના હતા. જોકે, આ વ્યવહાર અધવચ્ચે જ અટકી ગયો હતો. ટ્રાન્ઝેક્શન અધૂરું રહી ગયું હોવાથી તેને 200 રૂપિયા મળ્યા ન હતા. તેણે Paytmનો કસ્ટમર કેર નંબર શોધવા માટે ગૂગલની મદદ લીધી. આ પછી તેને ‘હેલ્પલાઇન’ મળી. તેણે આ અંગે ફોન કરતાં ઠગે તેને ફસાવીને 6.42 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, સાયબર ઠગે કસ્ટમર કેર તરીકે ઇન્ટરનેટ પર તેની સંપર્ક વિગતો અપલોડ કરી હતી. જ્યારે મહિલાએ તે નંબર પર સંપર્ક કર્યો તો ત્યાંથી એક વ્યક્તિએ જવાબ આપ્યો. તેણે પોતાની ઓળખ Paytmના એક્ઝિક્યુટિવ તરીકે આપી હતી. મહિલાએ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ બનીને વાત કરતા ઠગને પોતાની સમસ્યા જણાવી. ઠગે પછી તેને રિમોટ લોકેશન એપ ડાઉનલોડ કરવાનું કહ્યું, જેથી કરીને તે તેના ફોનમાં પ્રવેશ કરી શકે. મહિલાએ પણ એવું જ કર્યું.

તેણે મહિલાની પરવાનગીથી જ એપ દ્વારા ફોનમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, વાત કરતી વખતે તેણે મહિલાને કેટલાક પૈસા મોકલવા માટે સમજાવી. સંભવતઃ તેણે આવું એટલા માટે કર્યું હતું કે, તે મહિલા બેંકિંગ એપમાં એન્ટર કરીને ફંડ ટ્રાન્સફર કરી શકે. તેણે કહ્યું કે, તમે કેટલાક પૈસા મોકલો જે રિફંડપાત્ર છે એટલે કે તેના ખાતામાં પૈસા પરત કરવામાં આવશે. મહિલાએ પણ એવું જ કર્યું. આ પછી જે કંઈ થયું તેનાથી પીડિતાના હોશ ઉડી ગયા. ઠગે મહિલાના ખાતામાંથી કુલ 6.42 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પૈસા પરત ન આવતાં મહિલા સમજી ગઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી ઠગનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp