સિનેમાઘરમાં મહિલાને ઉંદર કરડ્યો, થિએટર ફ્રી ટિકિટ આપી પતાવવું હતું પણ કોર્ટે...

PC: gnttv.com

થિયેટરમાં મૂવી જોતી વખતે ઉંદર કરડવાના કિસ્સામાં, ગ્રાહક અદાલતે સિનેમા હોલના માલિકને મોટી રકમનો દંડ ફટકાર્યો હતો. સિનેમા હોલના માલિકે મહિલાને આગામી ફિલ્મની ટિકિટ ફ્રી આપવાની લાલચ આપીને મામલો અહીં જ પતાવવાની કોશિશ કરી હતી. પરંતુ કોર્ટે તેને ઠપકો આપતા કહ્યું કે, થિયેટરમાં સાફ સફાઈ ન હોવાને કારણે ત્યાં ઉંદરો હતા. જેના કારણે મહિલાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તમારે નુકસાની ભરવી પડશે.

આસામના કામરૂપ જિલ્લાની ગ્રાહક અદાલતે મહિલાને વળતર આપવા માટે દિલ્હીની ઉપહાર સિનેમા દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ ઉપહાર સિનેમાના માલિકોને વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, મહિલાએ વળતર તરીકે 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે માનસિક ત્રાસ માટે 3.5 લાખ રૂપિયા, પીડા સહન કરવા માટે 2.5 લાખ રૂપિયા અને બાકીની રકમ સારવાર માટે મંજૂર કરવામાં આવે. પરંતુ ગ્રાહક કોર્ટે વળતર તરીકે માત્ર 67 હજાર 282 રૂપિયા મંજૂર કર્યા હતા.

કોર્ટે આ કેસમાં કહ્યું કે આ ઘટનામાં સિનેમા હોલની બેદરકારી છે. 67,000 રૂપિયાનું વળતર 45 દિવસમાં ચૂકવી દેવાનો પણ નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો 45 દિવસ પછી ચુકવણી કરવામાં આવે છે, તો રકમની ચૂકવણી સુધી, વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.

મામલો 2018નો છે. મહિલાનું કહેવું છે કે, તે થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી. ઈન્ટરવલમાં જોયું કે, તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. જોકે શરૂઆતમાં લોહી કેમ નીકળી રહ્યું હતું તે જાણી શકાયું ન હતું. પરંતુ ડૉક્ટરે કહ્યું કે, કોઈ જાનવરના કરડવાથી આવું થયું છે. મહિલાએ કહ્યું કે થિયેટરમાં દરેક જગ્યાએ ઉંદરો ફરતા હતા. સાફ સફાઈના અભાવે ત્યાં બદતર હાલત હતી. ઉંદર કરડવાની ઘટના ગુવાહાટીના ગેલેરિયા સિનેમામાં બની હતી. મહિલાએ કહ્યું કે ઉંદરના કરડવાથી તેને હડકવાનું ઈન્જેક્શન લગાવવું પડ્યું.

મહિલાએ કહ્યું કે, સિનેમા હોલના માલિક તેને નાનુકુર પછી હોસ્પિટલ લઈ ગયા. ત્યાર પછી તક જોઈને તેઓ ત્યાંથી નીકળી પણ ગયા હતા. સિનેમા માલિકોએ જણાવ્યું કે, મહિલાને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની અરજી ફગાવી દેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp