વગર ટિકિટે વંદે ભારતમાં ઘૂસી ગયો યુવક,ટોઈલેટમાં બેસી રહ્યો;ગેટ તોડીને...

PC: english.mathrubhumi.com

વંદે ભારત એક્સપ્રેસના ટોયલેટમાં એક મુસાફરે પોતાની જાતને બંધ કરી દીધી હતી. શૌચાલયનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તે કેરળના કાસરગોડથી ટ્રેનમાં ચડ્યો હતો જ્યાંથી ટ્રેન શરૂ થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની પાસે ટિકિટ નહોતી. ટ્રેનના મુસાફરોએ ઘણી વખત શૌચાલયનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તેણે ખોલવાની ના પડી હતી, ત્યાર પછી તેમણે RPFને જાણ કરી હતી.

દેશની પ્રખ્યાત ટ્રેન વંદે ભારત ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાને ટોયલેટમાં બંધ કરી દીધો હતો. ખબર પડતાં જ TTE સહિત અન્ય સિક્યોરિટી સ્ટાફે બહારથી બૂમો પાડીને તેને શૌચાલયમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું, પરંતુ તે માન્યો નહીં. ત્યાર પછી આગલા સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી, પછી શૌચાલયનો દરવાજો તોડી નાખ્યો અને પછી તેને બહાર કાઢ્યો.

આ મામલો કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો છે. ઘટના રવિવારની છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવક કેરળના કાસરગોડથી ટ્રેનમાં ચઢ્યો હતો જ્યાંથી ટ્રેન શરૂ થઈ હતી. તેની પાસે ટિકિટ ન હોવાથી તેણે પોતાને વોશરૂમમાં બંધ કરી દીધો. મુસાફરોએ ઘણી વખત દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ ખૂલતો ન હતો, અને ત્યાર પછી રેલવે પ્રોટેક્શન ફોર્સને જાણ કરવામાં આવી હતી.

જ્યારે ટ્રેન કન્નુર અને કોઝિકોડ પહોંચી ત્યારે RPFએ તેને ટોયલેટમાંથી બહાર આવવા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. અંતે જ્યારે ટ્રેન શોરાનુર સ્ટેશન પહોંચી ત્યારે શૌચાલયનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.

હવે રેલવે પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે. તે દરવાજો બંધ કરવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જણાવી શક્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટિકિટ ન હોવાના કારણે યુવકે જાણી જોઈને ટ્રેનના ટોઈલેટનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી તે TTEથી બચી શકે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે વંદે ભારતનું નેટવર્ક વધારવા માટે સતત કામ કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગયા એપ્રિલ મહિનામાં કેરળને વંદે ભારતની ભેટ આપી હતી. આ દેશની 16મી વંદે ભારત ટ્રેન છે. આ વંદે ભારત ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp