જૂલીના પ્રેમમાં યુપીનો અજય બાંગ્લાદેશ જતો રહ્યો, હવે કહે છે મા મને જૂલી મારે છે

PC: bangla.aajtak.in

પાકિસ્તાનની સીમા હૈદર અને નોઇડાના સચિનની લવ સ્ટોરી અત્યારે ચર્ચામાં છે ત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. મુરાદાબાદમાં રહેનારા એક ટેક્સી ચાલક અજયને બાંગ્લાદેશની જૂલી સાથે ફેસબુક પર પ્રેમ થયો હતો. જૂલી તેની 11 વર્ષની દીકરીને લઇને અજયના ઘરે આવી ગઇ હતી, લગ્ન પણ કરી લીધા, પરંતુ 3 મહિના પહેલા જૂલી અજયને બાંગ્લાદેશ લઇ ગઇ હતી. હવે અજય એવો ફસાયો છે કે પોતાની માતાને મેસેજ કરી રહ્યો છે કે મને બચાવો, જૂલી અને તેનો પરિવાર મને રોજ દંડાથી ફટકારે છે. અજયએ લોહીલુહાણ થયેલી તસ્વીર વ્હોટસએપ શેર કરીને મદદ માટે વિનંતી કરી છે.

જૂલીના પ્રેમમાં સરહદ પાર કરીને બાંગ્લાદેશ પહોંચેલો મુરાબાદનો અજય હવે બરાબરનો ફસાયો છે. અજય હવે તેની માતાને મેસેજ કરી રહ્ય છે કે, મારી જિંદગી બચાલી લો, જૂલી અને તેનો પરિવાર સવાર, બપોર, સાંજ મારી પિટાઇ કરે છે. કોઇ પણ રીતે મને 15000 રૂપિયા મોકલો.

અજયએ તેની માતાને કરેલાં મેસેજમાં કહ્યું છે કે, પૈસા નહીં મોકલો તો જૂલી મારો જીવ લઇ લેશે. છેલ્લાં 10 દિવસથી અજય તેની માતાને મેસેજ કરી રહ્યો છે, પણ, કોલ કરીને વાત કરતો નથી. અજયએ માતાને મેસેજમાં કહ્યું કે, બાંગ્લાદેશ પાછા ફર્યા પછી જૂલી બિલકુલ બદલાઇ ગઇ છે. હવે, પ્રેમ બેમ કરતી નથી અને ઉલટાં તેના પરિવારના લોકો મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે.

બાંગ્લાદેશમાં અજય ફસાયો હોવાની જાણ થતા પોલીસે તેની માતા સુનિતાની પુછપરછ કરી હતી. સુનિતાએ આપેલા નંબર પર પોલીસે કોલ કર્યો, તો અજયએ ઉઠાવ્યો હતો અને પોલીસને કહ્યું હતું કે, મને કોઇ પ્રોબ્લેમ નથી અને ફોન કાપી નાંખ્યો હતો. અજયની માતા સુનિતાએ પોલીસને કહ્યુ કે જૂલી બાંગ્લાદેશથી બે વખત મુરાદાબાદ આવી હતી. ગયા વર્ષ પહેલીવાર આવેલી ત્યારે 15 દિવસ રહેલી. બીજી વખત આવી ત્યારે 3 મહિના રહી હતી.

સુનીતાએ જણાવ્યું કે જૂલી અહીં આવી હતી અને તેને જાણ કરી હતી કે તેના પતિનું મૃત્યુ થયું છે. તે કપડાં સીવીને પરિવારનું ભરણપોષણ કરતી હતી. અજય સાથે ફોન પર વાતચીતમાં તેણે કહ્યું કે તેણે તેની માતાને ફોટા અને મેસેજ મોકલ્યા હતા. જુલી તેને આવવા દેતી નથી. જ્યારે તે ભારત જવાની વાત કરે છે, ત્યારે તે મારપીટ કરે છે.તેણે સોશિયલ મીડિયા પર સીમા અને સચિનનો વીડિયો જોયો છે. અહીં પણ સીમા અને સચિનની ચર્ચા છે. હવે જુલી વારંવાર કહે છે કે સારું થયું હું બાંગ્લાદેશ આવી ગઇ, નહીં તો આ રીતે ભારતમાં હું પણ ફસાઇ જતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp