યુવકનું અકસ્માતમાં તેના જન્મદિવસના આગલા દિવસે મોત, કારનો કચ્ચરઘાણ

PC: twitter.com

હરિયાણાના કુરુક્ષેત્રમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં દિલ્હીથી કુલ્લુ-મનાલી જઈ રહેલા એક યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલે યુવકનો જન્મદિવસ છે, તે પોતાના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા કારમાં જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આ દર્દનાક ઘટના બની. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના હરિયાણાના કુરુક્ષેત્રમાં નેશનલ હાઈવે પર બની હતી. દિલ્હીનો એક યુવક કારમાં તેના મિત્રો સાથે કુલુ મનાલી ફરવા જઈ રહ્યો હતો. આવતીકાલે એ યુવાનનો જન્મદિવસ છે. રસ્તામાં કાર કોઈક રીતે ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે તમામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જ્યારે, દિલ્હીના રહેવાસી યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ દરમિયાન ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, જે ટ્રક સાથે કાર અથડાઈ તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ટ્રકનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

ટક્કર એટલી જોરદાર હતી કે, કારને ભારે નુકસાન થયું હતું. કારનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઇ ગયો છે. આ ઘટના દરમિયાન રોડ પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઘટનાસ્થળ પર આવવા જવાવાળાઓની ભીડ જોવા મળી હતી.

પોલીસ કર્મચારી જિયાલાલે કહ્યું કે, ફોન પર માહિતી મળી હતી કે શાહબાદના સાહા પુલ પર એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. માહિતી મળતાં સ્થળ પર પહોંચીને જોયું કે, ટ્રક ચાલકની બેદરકારીને કારણે કાર અકસ્માતનો ભોગ બની હતી. ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે પાછળથી આવતી કાર ટ્રકની અંદર ઘુસી ગઈ હતી.

જિયાલાલે જણાવ્યું કે, કારમાં સવાર ચાર યુવકો દિલ્હીથી કુલ્લુ મનાલી જઈ રહ્યા હતા. આ યુવકોમાંથી એક દિલ્હીનો રહેવાસી છે, તેનો આવતીકાલે જન્મદિવસ છે, તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp