હેલમેટ વગર બાઇક ચલાવતો યુવક પોલીસને જોઇને ભાગ્યો, ASIએ ગોળી મારી દીધી, ગંભીર

PC: bhaskar.com

બિહારના જહાનાબાદમાં એક 23 વર્ષનો યુવક બાઇક પર જઇ રહ્યો હતો, તેણે હેલમેટ પહેરી નહોતી. રસ્તા પર પોલીસ ચેકીંગને જોઇને યુવાન ભાગવા માંડ્યો તો ASI તેનો પીછો કર્યો અને ગોળી મારી દીધી. યુવાનની હાલત અત્યંત ગંભીર છે અને તેને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોકટરોએ તેની હાલત ગંભીર હોવાનું કહ્યું છે. ઉચ્ચઅધિકારીઓએ ASIની ધરપકડકરી લીધી છે અને તેને જેલની હવા ખાવા મોકલી દીધો છે. સાથે જ ચેકીંગ સ્ટાફની આખી ટીમને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ બિહારના જહાનાબાદમાં રહેતો 23 વર્ષનો યુવક સુધીર યાદવ મંગળવારે બાઇક પર જઇ રહ્યો હતો અને તેણે રસ્તામાં પોલીસને ચેકીંગ કરતા જોઇ હતી. સુધીરે હેલમેટ પહેર્યું નહોતું એટલે ગભરાઇને તે ભાગી ગયો હતો. આ જોઇને ASI મુમતાઝ અહમદને ગુસ્સો આવ્યો અને તેણે સુધીરનો પીછો કર્યો અને  છાતીમાં ગોળી મારી દીધી હતી. છાતીમાં વાગેલી ગોળી સુધીરના કરોડરજ્જૂમાં અટકી ગઇ હતી. આમ છતા સુધીરે 2 કિ.મી. સુધી બાઇક ચલાવ્યે રાખ્યું હતું. સુધીરને લોહિલુહાણ હાલતમાં જોઇને લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સુધીરની સારવાર કરનાર ડોકટરે કહ્યું હતું કે, તેના શરીરમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે છતા હજુ 72 કલાક તેના માટે ક્રિટીકલ છે.

જહાનાબાદના SP દિપક રંજને મુમતાઝ અહમદ પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને જેલમાં મોકલી દીધો છે અને ચેકીંગની આખી ટીમને સસ્પેન્ડ કરી નાંખી છે. SPએ કહ્યુ કે, તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે જેના રિપોર્ટ પછી કાર્યવાહી કરવામાં આવશે.

યુવક સુધીર નાલંદા જિલ્લાના કોરથુ ગામનો રહેવાસી છે. તેના પિતા રવિન્દ્ર યાદવે કહ્યું હતું કે સુધીર બી.એ. પાર્ટ-2માં અભ્યાસ કરતો હતો અને હજુ ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. તે અમારો એકનો પુત્ર હતો. મારે 3 દીકરીઓ છે અને સુધીર એક જ પુત્ર હતો.

પિતાએ કહ્યુ કે અનંતપુર પાસે પોલીસ વાહનોનું ચેકીંગ કરી રહી હતી ત્યારે સુધીર ત્યાંથી પસાર થતો હતો તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ નહોતું અને તેણે હેલમેટ પહેરી નહોતી એટલે ડરના માર્યા તે ભાગી ગયો હતો ત્યારે પોલીસે તેનો પીછો કરીને ગોળી મારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp