હિંદુ મિત્ર સાથે જઇ રહેલી મુસ્લિમ યુવતી સાથે યુવકની દલીલ, બુરખો ઉતારીને જા

PC: aajtak.in

બેંગલુરુમાં એક મુસ્લિમ યુવતી તેના હિન્દુ મિત્ર સાથે બાઇક પર જઈ રહી હતી. જ્યારે તે બાઇક પરથી રોડ પર નીચે ઉતરી ત્યારે ત્યાં હાજર ઘણા મુસ્લિમ યુવકોએ તેને ઘેરી લીધી અને તેની સાથે દલીલ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે જો તારે કોઈ બીજા સાથે જવું હોય તો તારો બુરખો ઉતારીને જા. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. યુવતીને યુવકોએ અનેક અપશબ્દોના પણ પ્રયોગ કર્યા હતા.

બેંગલુરુ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તેનું નામ ઝાકિર છે. તે જ વ્યક્તિએ બુરખામાં જઈ રહેલી યુવતીને સવાલ કરવાના શરૂ કર્યા હતા કે તે એક હિંદુ યુવક સાથે બાઇક પર કેમ જઇ રહી હતી. ઝાકિરે દલીલ કરતા કહ્યુ હતું કે આનાથી મુસ્લિમ સમુદાયની ઇમેજ ખરાબ થઈ રહી છે.

જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો બેંગુલુરુ ઇસ્ટ ઝોન પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.પોલીસ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

વાસ્તવમાં, આ વીડિયોને શેર કરીને તેમાં કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેને ટેગ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી પોતાની સ્કુટી પર આવીને બેસે છે તો ત્યાં હાજર મુસ્લિમ યુવકો તેને બુરખો હટાવવાનું દબાણ કરી રહ્યા છે. જ્યારે યુવતી અને મુસ્લિમ યુવકો વચ્ચે દલીલ થાય છે ત્યારે યુવકો કહે છે કે તારા પિતાને કોલ કર,યુવતી કહે છે કે પોતે પરણિત છે. તો યુવકો પતિને કોલ કરવાની માંગ કરે છે અને કહે છે કે તારા પતિને બોલાવ.યુવકો યુવતીને કહી રહ્યા છે કે એક હિંદુ યુવકને કારણે તું તારા પતિને દગો આપી રહી છે.

યુવતી વારંવાર એ યુવાનોને કહી રહી છે કે આટલા બધા સવાલ પુછનારા તમે છો કોણ? આ દરમિયાન યુવકો યુવતી પાસેથી સ્કુટીની ચાવી છીનવી લે છે અને કહે છે કે તુ ઇસ્લામની બેટી છે. દલીલ દરમિયાન યુવતી સાથે યુવકો અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

આવો જ એક બનાવ થોડો સમય પહેલા ઉત્તર પ્રદેશમાં બન્યો હતો. એક મુસ્લિમ યુવતી ગામના એક હિંદુ છોકરા સાથે બાઇક પર જઇ રહી હતી ત્યારે તેને અટકાવીને કેટલાંક મુસ્લિમ છોકરાઓએ અટકાવીને દલીલ કરી હતી કે હિંદુ યુવક સાથે કેમ જાય છે? એ ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp