અનામતની સાઇડ ઈફેક્ટ, મહારાષ્ટ્રમાં મંત્રી પર યુવકે હળદર નાખી, જુઓ વીડિયો
મહારાષ્ટ્રમાં જ્યાં એક તરફ કુનબી જાતીના લોકો મરાઠા અનામત હેઠળ OBCનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે, રાજ્ય સરકાર પણ તેમની માંગ સામે ઝુકતૂ નજરે પડી રહી છે, તો બીજી તરફ તેની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. પુણેમાં શુક્રવારે રાજ્યના ડેરી વિકાસ મંત્રી અને સોલાપુરના સંરક્ષક મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ પર એક યુવકે હુમલો કરી દેવાની ઘટના બની હતી.યુવકે મંત્રી પર સુકો હળદરનો પાવડર ફેંક્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે, પરંતુ એ પહેલાં લોકોએ યુવકની જબરદસ્ત ધોલાઇ કરી નાંખી હતી.
આ ઘટના સોલાપુરના સરકારી સર્કીટ હાઉસમાં બની છે. આરોપીની ઓળખ શંકર બંગાલે તરીકે થઇ છે. મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ પર હળદરનો પાવડર ફેંક્યા પછી શંકર બંગાલેએ ધનગર સમુદાય માટે STનો દરજ્જો અને OBC કોટામાં કોઇ પણ બદલાવ નહીં કરવાની માંગ કરી હતી. શંકરની માંગ આ મરાઠા અનામત આંદોલનને ધ્યાનમાં રાખીને છે, જે OBC કોટાના માધ્યમથી અનામતની માંગ કરી રહ્યા છે.
ઘટના પછી મહારાષ્ટ્રના મંત્રી વિખે પાટિલે કહ્યું કે હળદરના પાવડરના હુમલાને હું આર્શીવાદ માનું છું. તેમણે પોલીસને બંગાલેની ધરપકડ નહી કરવા વિનંતી કરી હતી. જો કે ત્યાં હાજર લોકોએ બંગાલેની પિટાઇ કરી નાંખી હતી. પોલીસ આરોપીને લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી.
धनगर आरक्षण साठी निवेदन दिले व विखे पाटील यांच्या कार्यकर्त्यांनी काय दिले बघा आता भाजपाचे बाहुले @GopichandP_MLC काय बोलणार यावर..??? pic.twitter.com/jApeLpQlYi
— Shilpa Bodkhe - प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) September 8, 2023
બીજી તરફ મરાઠા સમુદાયને અનામત આપવાની માંગ સાથે જાલના જિલ્લામાં ઉપવાસ આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ ગુરુવારે રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી કે કે તે મરાઠાવાડા પ્રદેશમાં રહેતા મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ અનામતના લાભો આપવા માટે કુનબી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના વારસાગત નિયમોની શરત પાછી ખેંચી લે.
મનોજ જરાંગેએ નોકરી અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે અનામતની માંગ સાથે જાલના જિલ્લાના સારથી ગામે 29 ઓગસ્ટથી અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કર્યા છે.
મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર જાહેર કરેલા GRમાં નિયમ રાખ્યો છે કે કુનબી જાતિ પ્રમાણપત્ર તેને જ આપવામાં આવશે જેમની પાસે નિજામ શાસન દરમિયાનનો વંશાવલી રેકોર્ડ હોય.
હજુ થોડા દિવસો પહેલાં મરાઠા આંદોલનના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું જેમાં અનેક પોલીસ કર્મીઓ ઘવાયા હતા. પોલીસે લાઠી ચાર્જ પણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp